Chotaudepur : નસવાડીમાં લાંચ લેતા ઝડપાયેલ ડેપ્યુટી ઈજનેર ACB ને ચકમો આપી ફરાર, જુઓ Video

લાંચ લેતા ઝડપાયેલો નાયબ કાર્યપાલક ઈજનેર ACBના સકંજામાંથી ફરાર થઈ ગયો, પંચાયત માર્ગ-મકાન વિભાગનો ડેપ્યુટી એન્જિનિયર હરેશ ચૌધરી બે કોન્ટ્રાક્ટરોની મદદથી ફરાર થયો હોવાનું સામે આવ્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2023 | 1:21 PM

છોટાઉદેપુરની નસવાડી પંચાયતના માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર લાંચ લેતા ઝડપાયો હતો, હરેશ ચૌધરીનામનો ઈસમ લાંચ લેતા રંગે હાથ ACBના હાથે ઝડપાયા હતા. ACBએ છટકું ગોઠવીને બે લાખ રૂપિયાની લાંચ લેતા હરેશ ચૌધરીને રંગેહાથે ઝડપી પાડ્યો હતો પરંતુ મોકાની રાહે બેસેલો ડે. ઇજનેર ફરાર થઈ ગયો હતો.

2 લાખ રૂપિયાની લાંચ લેનાર આરોપી ફરાર

છોટાઉદેપુરમાં લાંચ લેતા ઝડપાયેલો હરેશ ચૌધરીએ વિકાસલક્ષી કામ પેટે ટકાવારીના બદલામાં લાંચ માગી હતી. આ બાબતની ફરિયાદ ACBને મળતા છટકું ગોઠવી રંગે હાથ આરોપીને ઝડપી પાડ્યો હતો. 2 લાખ રૂપિયાની લાંચ લેનાર આરોપી ACBને પણ ચકમો આપી ત્યાથી ફરાર થયો હતો. જે સમગ્ર બાબતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

વધુ રકમની માગણી કરતાં ACBને કરાઇ જાણ

છોટાઉદેપુરમાં લાંચ લેતા ઝડપાયેલો નાયબ કાર્યપાલક ઈજનેર ACBના સકંજામાંથી ફરાર થતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. નસવાડી પંચાયત માર્ગ-મકાન વિભાગનો ડેપ્યુટી એન્જિનિયર હરૈશ ચૌધરી બે કોન્ટ્રાક્ટરોની મદદથી પોલીસના હાથ માથી ફરાર થયો હોવાનું સામે આવ્યું છે. હાલ આ ફરાર આરોપીને શોધખોળ માટે પોલીસે ક્વાયત હાથ ધરી છે. હરેશ ચૌધરીએ નસવાડી તાલુકાના નાના પુલના બાંધકામ બાદ તેના બિલની 10 ટકા રકમ પેટે રૂ.10 લાખમાંથી 2 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ બીજી રકમની તે માગણી કરતો હતો. આ દરમિયાન ACBને ફરિયાદ મળતાં છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ACBના અધિકારીઓ તેને પૂછપરછ માટે નસવાડી સર્કિટ હાઉસમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાંથી તે ફરાર થઈ ગયો છે.

આ પણ વાંચો : નકલી બનીને અસલી ખેલ પાડવા ગયેલા NIA અને DGP કચેરીના પોલીસ કોન્સ્ટેબલ ભરાયા, જાણો

પોલીસ કામગીરી સામે સવાલ

ACBએ નસવાડી પંચાયતના માર્ગ મકાન વિભાગના ડે. ઈજનેર હરેશ ચૌધરીની કાર અને ઓફિસમાં પણ તપાસ હાથ ધરી હતી. હાલ આરોપી ફરાર થતાં પોલીસના કામકાજ અંગે સવાલો ઉઠી રહ્યા છે. સાથે આરોપીને ભગાડી જવામાં પણ કેટલાક લોકોનો હાથ હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકો વિરુદ્ધ પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરે તે જોવું રહ્યું.

(વિથ ઈન્પુટ – મકબૂલ મંસૂરી)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડાની આગાહી
દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડાની આગાહી
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત
"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video
g clip-path="url(#clip0_868_265)">