શાળામાં ગેરહાજર રહેતા ભૂતિયા શિક્ષકો મુદ્દે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપ્યુ આ મોટુ નિવેદન- જુઓ Video

શાળામાં ગેરહાજર રહેતા ભૂતિયા શિક્ષકો મુદ્દે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપ્યુ આ મોટુ નિવેદન- જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2024 | 7:00 PM

શાળામાં ગેરહાજર રહેતા ભૂતિયા શિક્ષકો મુદ્દે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યુ કે જે શિક્ષકો ગેરહાજર રહેલા છે તેમને પગાર નથી અપાયો. જે શિક્ષકોએ સત્તાનો દુરુપયોગ કર્યો હશે તેમની સામે કાર્યવાહી કરાશે.

બનાસકાંઠાના દાંતા તાલુકાના પાન્છા ગામની શિક્ષિકા છેલ્લા આઠ વર્ષથી અમેરિકાના શિકાગોમાં સ્થાયી થયા છે. ચાલુ નોકરીએ શિક્ષિકા મેડમ છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં મ્હાલી રહ્યા છે અને અહીં આદિવાસી વિસ્તારના બાળકોનું શિક્ષણ તેમના શિક્ષક વિના ખોરંભે ચડ્યુ છે. શાળાના કૂલ શિક્ષકોની જ્યારે ગણતરી કરવામાં આવે ત્યારે આ મેડમ ન હોવા છતા તેમનુ નામ ગણાય છે પરંતુ 8 વર્ષથી મેડમ શાળામાં ફરક્યા પણ નથી.

આ મુદ્દે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યુ કે શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી ગેરહાજર હોવાનું તેમના ધ્યાને આવ્યુ છે અને તેમને પગાર ચુકવવામાં આવ્યો નથી અને જો ચુકવાયો પણ હશે તો તેના સામે પગલા લેવામાં આવશે. પાનસેરિયાએ જણાવ્યુ કે ગામડાઓની શાળામાં બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ મોટી રજા લઈને જતા હોય અને પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સાધતા હોય આવા શિક્ષકોની તમામ જાણકારીનો રિપોર્ટ સોમવાર સુધીમાં આવી જશે અને જ્યા પણ ક્ષતિ જણાશે ત્યા કાર્યવાહી કરવામાં આવશે. શાળામાં શિક્ષકોની ફરજિયાત હાજરી પુરાય તેવી સિસ્ટમ ઉભી કરવામાં આવશે.

જો કે બનાસકાંઠાના ગુલ્લીબાજ શિક્ષિકા સામે શિક્ષણવિભાગે હજુ સુધી કોઈ નક્કર પગલા નથી લીધા.સમગ્ર મામલો પ્રકાશમાં આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમના પગાર બાબતે પણ જાણકારી મળી છે કે 1 જાન્યુઆરી 2024 થી જુલાઈ 2024 સુધીનો તેમને પગાર નથી ચુકવાયો. જો કે શિક્ષિકા 8 વર્ષથી ગેરહાજર છે ત્યારે તેમનો માત્ર 7 મહિનાનો પગાર કટ કરવામાં આવ્યો છે. જ્યારે સાત વર્ષનો પગાર તો તેમને મફતનો, શાળાએ ગયા વિના બાળકોને ભણાવ્યા વિના ચુકવાયો છે. તેના પર શું કાર્યવાહી થાય છે તે જોવુ રહ્યુ. આ માત્ર એક શિક્ષિકાના વાત નથી. રાજ્યમાં આવા અનેક ભૂતિયા શિક્ષકો છે. મહેસાણામાં આવા 10 શિક્ષકો હોવાનું સામે આવ્યુ છે તો વાવમાં એક શિક્ષક લાંબા સમયથી ગેરહાજર હોવાનું પ્રકાશમાં આવ્યુ છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 10, 2024 06:59 PM
g clip-path="url(#clip0_868_265)">