મહેસાણા D Mart માં ફૂડ વિભાગે સેમ્પલ લઈ તપાસ હાથ ધરી, દહીંમાં ફૂગની ફરિયાદથી કાર્યવાહી, જુઓ વીડિયો

મહેસાણા D Mart માં ફૂડ વિભાગે સેમ્પલ લઈ તપાસ હાથ ધરી, દહીંમાં ફૂગની ફરિયાદથી કાર્યવાહી, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2024 | 11:16 AM

ડી માર્ટ મોલમાંથી ખરીદ કરવામા આવેલા મિલ્કી મિસ્ટ બ્રાન્ડનું દહીં માં ફૂગ હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો હતો. આ અંગેનો વીડિયો પણ બનાવીને ગ્રાહકે સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. ગ્રાહકે આ અંગે ડી માર્ટને જાણ કરી હતી, પરંતુ યોગ્ય સંતોષકારક જવાબ નહીં મળવાને લઈ આખરે તેણે બીલ સાથે વીડિયો શેર કર્યો હતો.

મહેસાણા શહેરમાં આવેલા ડી માર્ટ મોલમાંથી ખરીદ કરવામા આવેલા મિલ્કી મિસ્ટ બ્રાન્ડનું દહીં માં ફૂગ હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો હતો. આ અંગેનો વીડિયો પણ બનાવીને ગ્રાહકે સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. ગ્રાહકે આ અંગે ડી માર્ટને જાણ કરી હતી, પરંતુ યોગ્ય સંતોષકારક જવાબ નહીં મળવાને લઈ આખરે તેણે બીલ સાથે વીડિયો શેર કર્યો હતો.

જેને પગલે હવે ફૂડ વિભાગ દ્વારા મહેસાણા ડી માર્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફરિયાદ કરનાર ગ્રાહકના દહીંનું સેમ્પલ પણ લેવામાં આવ્યું હતુ. તેમજ ડી માર્ટમાં મિલ્કી મિસ્ટ ના અન્ય ડેરી પ્રોડક્ટ ચીજોના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. દહીં, ચીઝ અને પનીર સહિતની ચીજોના સેમ્પલ લઈને ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન, શામળાજીની સમસ્યા પણ નિવારાશે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">