ડાંગમાં ઈકો સેન્સિટીવ ઝોન સામે મંગળ ગાવિતે દર્શાવી નારાજગી, આદિવાસીઓને નુકસાન થવાની વ્યક્ત કરી ભીતિ- Video

એક તરફ ગીર જંગલની આસપાસના વિસ્તારને ઈકો સેન્સિટીવ ઝોન જાહેર કરાતા આસપાસના ગામલોકોની સાથે ભાજપના પણ કેટલાાક આગેવાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ડાંગમાં પણ પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે વિરોધ વ્યક્ત કરી નારાજગી દર્શાવી છે અને આદિવાસીઓને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2024 | 5:55 PM

જ્યારથી સરકારે રાજ્યમાં ઈકો સેન્સિટિવ ઝોન વિસ્તારોની જાહેરાત કરી છે. ત્યારથી સમગ્ર રાજ્યભરમાં વિરોધનો વંટોળ વ્યાપ્યો છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ ઇકો સેન્સેટિવ ઝોનને લઈને પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે નારાજગી વ્યક્ત કરી છે. નારાજગી વ્યક્ત કરતા પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે ડાંગ જિલ્લાનો 80 ટકા વન વિસ્તારના 64 ગામ ઇકો સેન્સેટિવ ઝોનમાં આવે છે. ઇકો સેન્સેટિવ ઝોનના લીધે આદિવાસી લોકોને નુકસાની થવાની શક્યતા છે. સાથે જ ઇકો સેન્સેટિવ ઝોનથી સરકારે બતાવેલ ફાયદાથી વધારે નુકસાન થવાની શક્યતા છે. વધુમાં તેમણે કહ્યું કે આદિવાસી લોકોમાં વાંસ અને જંગલી અન્ય ઉપજ સાથે ધાર્મિક સામાજિક પ્રસંગોમાં પણ ઇકો સેન્સેટિવ ઝોનના નિયમને લઈને પ્રતિબંધ લાદવાનો ભય લોકોને સતાવી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે 25 સપ્ટેમ્બરે સરકારે એશિયાઈ સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કરતા નોટિફિકેશન જારી કર્યુ હતુ. જેમા ‘ગીર રક્ષિત વિસ્તાર’ની આજુબાજુના વિસ્તારને  ‘ઈકો સેન્સિટીવ ઝોન’ જાહેર કર્યુ છે. જે અંતર્ગત 1.84 લાખ હેક્ટર વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન આવરી લેવાશે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યુ કે હાલના ગીર રક્ષિત વિસ્તારની હદથી 10 કિ.મી. વિસ્તારનો ઈકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરાયો છે. આ નવા ઝોનમાં જુનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના વિસ્તારનો સમાવેશ કરાશે. ત્રણ જિલ્લાના કુલ 196 ગામ તેમજ 17 નદીઓનો ઝોનમાં સમાવેશ કરાશે. નવીન ઝોનમાં 24 હજાર હેક્ટરથી વધુ વન વિસ્તારનો સમાવેશ કરાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">