Surat News : વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસે વાહન સાથે ચાલકને ક્રેનમાં ચઢાવ્યો, Video થયો વાયરલ
સુરતમાંથી અજીબો ગરીબ ઘટના સામે આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની ક્રેનમાં હાજર 5 શખ્સોએ વાહન સાથે વાહન ચાલકને ક્રેનમાં ચઢાવ્યો હોવાની ઘટના સામે આવી છે.
Surat News : દેશમાં ટ્રાફિકને લઈને અનેક નિયમો બનાવવામાં આવેલા છે. ત્યારે જો કોઈ પણ વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા તો તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ સુરતમાં એક અજીબ ઘટના સામે આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની ક્રેનમાં કામગીરી કરતા શખ્સોની દાદાગીરી સામે આવી છે.
વાહન ચાલક પર હુમલાનો પ્રયાસ !
ટ્રાફિક પોલીસની ક્રેનમાં સવાર 5 શખ્સોએ વાહન સાથે ચાલક યુવકને પણ ક્રેનમાં ચઢાવ્યો હોવાનું સામે આવ્યુ છે. તેમજ ટ્રાફિક પોલીસની ક્રેનમાં સવાર શખ્સોએ વાહન ચાલક પર હુમલાનો પ્રયાસ કર્યો હોવાના પણ દાવો થઈ રહ્યો છે. જો કે આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે.
શહેરમાં ભારે વાહન પર પ્રતિબંધ
સુરતમાં ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યુ છે. ટ્રાફિકજામની સમસ્યા નિવારવા માટે કેટલાક નિર્ણય લેવામાં આવ્યા છે. સુરતની જનતાને અગવડ ન પડે તે માટે સવારે 8 થી રાત્રે 11 વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં ભારે વાહનની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.