Surendranagar Video : લીંબડીના 3 ગામના લોકોના પીવાના પાણી માટે વલખા, તાત્કાલિક પાણીની લાઈનનું સમાકામ કરવાની માગ

સુરેન્દ્રનગરમાં એક તરફ વરસાદ વરસી રહ્યો છે. ત્યાં બીજી તરફ સુરેન્દ્રનગરના લીંબડીના 3 ગામમાં પીવાના પાણી માટે 3 દિવસથી વલખા મારવાની સ્થિતિ સર્જાઈ છે. પાણી પૂરુ પાડતી લાઈન તૂટી જતા 3 દિવસથી પાણીનો વેડફાટ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2024 | 4:12 PM

સુરેન્દ્રનગરમાં એક તરફ વરસાદ વરસી રહ્યો છે. ત્યાં બીજી તરફ સુરેન્દ્રનગરના લીંબડીના 3 ગામમાં પીવાના પાણી માટે લોકોને 3 દિવસથી વલખા મારવા પડી રહ્યા છે. પાણી પૂરુ પાડતી લાઈન જ તૂટી જતા 3 દિવસથી પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.

પાણી મળતા લોકોએ સ્થાનિક તંત્રને રજૂઆત કરી હતી. જો કે તંત્રને રજૂઆત કરવા છતા લાઈનનું સમારકામ ન થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ન આવતા મહિલાઓને દૂર પાણી ભરવા જવા મજૂબર બન્યા છે. તાત્કાલિક પાઈપલાઈનનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે.

બીજી તરફ સુરેન્દ્રનગરના વસ્તડી ગામેથી જ નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે છતા આ ગામના લોકોને પાણી મળતુ નથી અને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે.ગામની સ્થિતિ એવી છે કે વડોદ ડેમના તળીયા ચોમાસા પહેલા દેખાતા અંદાજે વીસ ગામના લોકો પર પીવાના પાણી અને સિચાઇ માટે સંકટ ઉભુ થયું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">