આજનું હવામાન : રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ નોર્થ-વેસ્ટ રાજસ્થાનમાં સાક્યક્લોનિક સર્ક્યુલેશન બન્યું હોવાના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટા પડી શકે છે.

બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર રાજ્યમાં 17 અને 18 તારીખે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે 22 થી 30 ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. જો કે હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર 30 ઓગસ્ટ પછી પણ વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.
રાજ્યમાં કેવુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, નર્મદા, મહેસાણા, રાજકોટ, તાપી,પાટણ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, કચ્છ, નવસારી, સાબરકાંઠા 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ બનાસકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, પોરબંદર, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.