Junagadh News : ગિરનાર પર્વત પર 2100 પગથિયા પર શિલા ધસી, ભારે પવન સાથે વરસાદના કારણે બની ઘટના, જુઓ Video

Junagadh News : ગિરનાર પર્વત પર 2100 પગથિયા પર શિલા ધસી, ભારે પવન સાથે વરસાદના કારણે બની ઘટના, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2024 | 10:28 AM

જૂનાગઢ ખાતે આવેલા ગિરનાર પર્વત પર વરસાદી માહોલમાં પ્રવાસીઓ મજામાણવા જાય છે. ત્યારે ગિરનાર પર્વત પર મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. ગિરનાર પર્વત પર 2100 પગથિયા પર શિલા ધસી આવી હોવાની ઘટના સામે આવી છે.

Landslide News : ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જેના પગલે કેટલાક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જૂનાગઢ ખાતે આવેલા ગિરનાર પર્વત પર વરસાદી માહોલમાં પ્રવાસીઓ મજા માણવા જાય છે. ત્યારે ગિરનાર પર્વત પર મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે.

2100 પગથિયા પર ધસી શિલા

ગિરનાર પર્વત પર 2100 પગથિયા પર શિલા ધસી આવી હોવાની ઘટના સામે આવી છે. ભારે પવન સાથે વરસાદ ખાબકવાના કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જો કે સદનસીબે કોઈ યાત્રિકની અવર જવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. પરંતુ શીલા પગથિયા પર ઘસી આવતા યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જો કે શિલા ધસી પડતા કેટલા સમય માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">