Kutch Video : રાપરમાં ખાતર ખરીદવા ખેડૂતો નહીં પગરખાંની લાઇન લાગી, જાણો શું છે કારણ
આમ તો ખાતર (fertilizer) લેવા માટે ખેડૂતોની (Farmers) લાઇન લાગતી હોય છે.જો કે કચ્છના રાપરમાં કંઇક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા છે. ખાતર લેવા માટે પગરખા લાઇનમાં ઉભા રહેતા દ્રશ્યો સામે આવ્યા છે. કચ્છના રાપરમાં ભારે બફારા અને ગરમીથી બચવા માટે ખેડૂતોએ આ યુક્તિ શોધી કાઢી છે.
Kutch : આમ તો ખાતર (fertilizer) લેવા માટે ખેડૂતોની (Farmers) લાઇન લાગતી હોય છે.જો કે કચ્છના રાપરમાં કંઇક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા છે. ખાતર લેવા માટે પગરખા લાઇનમાં ઉભા રહેતા દ્રશ્યો સામે આવ્યા છે. કચ્છના રાપરમાં ભારે બફારા અને ગરમીથી બચવા માટે ખેડૂતોએ આ યુક્તિ શોધી કાઢી છે.
રાપરના વાગડમાં યુરિયા ખાતર લેવા માટે માટે લાંબી લાઇનો લાગી હતી. એક તરફ લાંબી લાઇન અને બીજી તરફ ધોમધખતો તડકો હતો. ત્યારે ગરમી અને બફારાથી બચવા ખેડૂતોએ એક યુક્તિ શોધી કાઢી છે. ખેડૂતોએ પોતે લાઇનમાં ઉભા રહેવાને બદલે પોતાના પગરખાં લાઇનમાં મુકી દીધા હતા. આ પગરખાની લાંબી લાઇન ત્યાં આવનારા અજાણ્યા વ્યક્તિઓને અચરજમાં મુકી રહ્યા હતા.
કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો