Ahmedabad : AMC સંચાલિત હોસ્પિટલ્સમાં હવે જેનેરિક દવાઓના સ્ટોર ખુલશે, સ્ટેન્ડિંગ કમીટિની બેઠકમાં લેવાયો નિર્ણય, જુઓ Video
અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત તમામ હોસ્પિટલોમાં હવે જેનરિક દવાઓ (Generic Medicines) મળશે. સ્ટેન્ડિંગ કમીટિની બેઠકમાં નિર્ણય લેવાયો કે AMC સંચાલિત તમામ હોસ્પિટલોમાં હવે જેનરિક દવાના સ્ટોર ખુલશે. આ ઉપરાંત AMC સંચાલિત હોસ્પિટલોમાં હવે જેનરિક દવાઓનો જ ઉપયોગ થશે. જેનાથી દર્દી અને તેમના સગા સગા પર ખર્ચનો બોજ ઘટશે. જેનરિક દવાઓ સસ્તી હોવાથી દર્દીઓના પરિવારજનોને રાહત મળશે.
Ahmedabad : અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત તમામ હોસ્પિટલોમાં હવે જેનરિક દવાઓ (Generic Medicines) મળશે. સ્ટેન્ડિંગ કમીટિની બેઠકમાં નિર્ણય લેવાયો કે AMC સંચાલિત તમામ હોસ્પિટલોમાં હવે જેનરિક દવાના સ્ટોર ખુલશે. આ ઉપરાંત AMC સંચાલિત હોસ્પિટલોમાં હવે જેનરિક દવાઓનો જ ઉપયોગ થશે. જેનાથી દર્દી અને તેમના સગા સગા પર ખર્ચનો બોજ ઘટશે. જેનરિક દવાઓ સસ્તી હોવાથી દર્દીઓના પરિવારજનોને રાહત મળશે.
જેનેરીક દવાઓ સ્ટાન્ડર્ડ કંપનીઓની દવાઓના કન્ટેન્ટ જેટલુ જ કન્ટેન્ટ ધરાવતી હોય છે. તેમજ બજાર દર કરતા ખૂબ જ સસ્તા દરે આ દવાઓ પ્રાપ્ત થતી હોય છે.જેથી કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ જેવી કે શારદાબેન હોસ્પિટલ, તદુપરાંત એલજી હોસ્પિટલ, SVP હોસ્પિટલ, નગરી હોસ્પિટલ જેવી હોસ્પિટલમાં જેનેરીક દવાઓ મળી રહેશે. જો જેનેરીક દવાના સ્ટોર ન હોય તો શરુ કરવામાં આવશે. જેથી દર્દીઓ માટે બહારથી દવાઓ ખરીદવી પડે નહીં.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો