Kutch Video : ધોરડો વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ, સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ પર્યટન સંગઠને કરી જાહેરાત

ગુજરાતના વધુ એક સ્થળને વૈશ્વિક ફલક પર પ્રવાસન સ્થળનું બિરૂદ મળ્યું છે. કચ્છના ધોરડોને( Dhordo) વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ પર્યટન સંગઠને તેની જાહેરાત કરતાં ભારતના પ્રવાસન મંત્રાલયે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે. વિશ્વ પર્યટન સંગઠન એટલે કે UNWTOએ ઉત્કૃષ્ટ પ્રવાસન ગામ 2023ની જાહેરાત કરી છે. કુલ 260 અરજીઓમાંથી 54 ગામની પસંદગી કરવામાં આવી છે. જેમાં ધોરડો પણ સામેલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2023 | 2:21 PM

Kutch : ગુજરાતના વધુ એક સ્થળને વૈશ્વિક ફલક પર પ્રવાસન સ્થળનું બિરૂદ મળ્યું છે. કચ્છના ધોરડોને( Dhordo) વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ પર્યટન સંગઠને તેની જાહેરાત કરતાં ભારતના પ્રવાસન મંત્રાલયે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે. વિશ્વ પર્યટન સંગઠન એટલે કે UNWTOએ ઉત્કૃષ્ટ પ્રવાસન ગામ 2023ની જાહેરાત કરી છે.

આ પણ વાંચો- Anand Breaking News : ગુજરાત ATSએ આણંદથી પાકિસ્તાની જાસૂસને ઝડપ્યો, આ રીતે ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો

વિશ્વ પર્યટન સંગઠને પોતાની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે- આ સન્માન તેવા ગામોને આપવામાં આવ્યું છે જે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાનપાનની પરંપરાઓની જાળવણીમાં અગ્રણી છે.

નિવેદનમાં કહેવાયું છે કે 2021માં શરૂ કરાયેલી આ પહેલ UNWTOના ગ્રામીણ વિકાસ પર્યટન કાર્યક્રમનો ભાગ છે. આ કાર્યક્રમ ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ અને સમાવેશને પ્રોત્સાહન આપવા, વસ્તી ઘટાડા સામે લડવા તેમજ એડવાન્સ ઈનોવેશન માટે પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે. કુલ 260 અરજીઓમાંથી 54 ગામની પસંદગી કરવામાં આવી છે. જેમાં ધોરડો પણ સામેલ છે.

શું છે ધોરડોની વિશેષતા ?

વિશ્વનું સૌથી મોટું મીઠાનું રણ એટલે સફેદ રણ છે, જે ધોરડોમાં આવેલુ છે. સફેદ રણમાં દર વર્ષે યોજાતો રણોત્સવ ખૂબ જ લોકપ્રિય બન્યો છે. ધોરડો એ ગરવા ગુજરાતની ગૌરવાન્વિત કરનારી કલાની ધરતી છે. કચ્છનું ધોરડો વૈભવશાળી રજવાડી ઈતિહાસ ધરાવે છે. તે શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. રણમાં સૂર્યાસ્તનો અદભૂત નજારો નિહાળવો એ પ્રવાસીઓ માટે એક લ્હાવો છે. ધોરડોએ ગુજરાતના સાંસ્કૃતિક વારસાને વાચા આપી છે.

કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી 28 વર્ષ બાદ યોજાઈ
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી 28 વર્ષ બાદ યોજાઈ
આ 5 ભાગ્યશાળી રાશિઓને આજે મોટો લાભના સંકેત
આ 5 ભાગ્યશાળી રાશિઓને આજે મોટો લાભના સંકેત
દેવગઢ બારીયાના ગુણા ગામે ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ
દેવગઢ બારીયાના ગુણા ગામે ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ
ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, આ વિસ્તારમાં પડશે વધુ ઠંડી
ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, આ વિસ્તારમાં પડશે વધુ ઠંડી
અમદાવાદના નહેરુનગર-માણેકબાગ રોડ પર ગોળીબાર, જુઓ Video
અમદાવાદના નહેરુનગર-માણેકબાગ રોડ પર ગોળીબાર, જુઓ Video
હવે નહીં મળે અમદાવાદના કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ !
હવે નહીં મળે અમદાવાદના કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ !
શિયાળુ પાક માટે યોગ્ય નથી વાતાવરણ- અંબાલાલ પટેલ
શિયાળુ પાક માટે યોગ્ય નથી વાતાવરણ- અંબાલાલ પટેલ
રાજકોટમાં સરકારી અનાજમાં ભ્રષ્ટાચારનો સડો, સાંસદે લીધો કલેક્ટરનો ઉધડો
રાજકોટમાં સરકારી અનાજમાં ભ્રષ્ટાચારનો સડો, સાંસદે લીધો કલેક્ટરનો ઉધડો
ઈસ્કોન પ્લેટિનમમાં કેવી રીતે લાગી આગ, જાણો આગનો આંખે દેખ્યો અહેવાલ
ઈસ્કોન પ્લેટિનમમાં કેવી રીતે લાગી આગ, જાણો આગનો આંખે દેખ્યો અહેવાલ
કાલોલના મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો Video થયો વાયરલ
કાલોલના મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો Video થયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">