AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Breaking News : ગુજરાત ATSએ આણંદથી પાકિસ્તાની જાસૂસને ઝડપ્યો, આ રીતે ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો

ગુજરાત ATSએ આણંદમાંથી પાકિસ્તાની જાસૂસને ઝડપી પાડ્યો છે. લાભ શંકર નામના પાકિસ્તાની જાસૂસની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે લાભ શંકર નામનો આ વ્યક્તિ મૂળ પાકિસ્તાની છે અને ઘણા વર્ષોથી ગુજરાતમાં રહીને જાસૂસી કરતો હતો અને ભારતની ખૂબ જ મહત્વની અને ગુપ્ત જાણકારીઓ પાકિસ્તાનમાં મોકલતો હતો. ગુજરાત ATSની છેલ્લા ઘણા સમયથી આ વ્યક્તિ પર નજર હતી. આખરે ATSએ આ જાસૂસને આણંદમાંથી ઝડપી લીધો છે.

Anand Breaking News : ગુજરાત ATSએ આણંદથી પાકિસ્તાની જાસૂસને ઝડપ્યો, આ રીતે ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો
Mihir Soni
| Edited By: | Updated on: Oct 20, 2023 | 12:21 PM
Share

Anand : ગુજરાત ATSને ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. ગુજરાત ATSએ (Gujarat ATS) ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન (Pakistan) મોકલનાર જાસૂસની (spy) ધરપકડ કરી છે. આ વ્યક્તિ મૂળ પાકિસ્તાનનો હોવાનું સામે આવ્યુ છે. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં રહીને તે પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલતો હોવાની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ છે. ગુજરાત ATS દ્વારા આ વ્યક્તિની પૂછપરછ શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચો- Ahmedabad : ગરબા આયોજકોની અગમચેતીએ બચાવ્યો વ્યક્તિનો જીવ, આ Videoમાં જુઓ કેવી રીતે

આણંદથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ

ગુજરાત ATSએ આણંદમાંથી પાકિસ્તાની જાસૂસને ઝડપી પાડ્યો છે. લાભ શંકર નામના પાકિસ્તાની જાસૂસની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે લાભ શંકર નામનો આ વ્યક્તિ મૂળ પાકિસ્તાની છે અને ઘણા વર્ષોથી ગુજરાતમાં રહીને જાસૂસી કરતો હતો અને ભારતની ખૂબ જ મહત્વની અને ગુપ્ત જાણકારીઓ પાકિસ્તાનમાં મોકલતો હતો. ગુજરાત ATSની છેલ્લા ઘણા સમયથી આ વ્યક્તિ પર નજર હતી. આખરે ATSએ આ જાસૂસને આણંદમાંથી ઝડપી લીધો છે.

1999થી ભારતમાં કરે છે વસવાટ

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર લાભ શંકર નામનો વ્યક્તિ વર્ષ 1999માં ભારત આવ્યો હતો.તે ભારત આવ્યા બાદ ગુજરાતમાં અલગ અલગ સ્થળે રહેતો હતો.જે પછી છેલ્લા કેટલાક વર્ષોથી તે આણંદમાં રહી રહ્યો છે. આણંદમાં આ પાકિસ્તાની જાસૂસની સાસરી હોવાની જાણકારી મળી છે. તે પોતાની સાસરીમાં જ ઘણા સમયથી રહેતો હતો અને છુટક મજુરી કરતો હતો. સાથે સાથે તે ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડતો હતો.

ATS કરી રહી હતી તેનું સર્વેલન્સ

ગુજરાત ATSને ઘણા સમયથી તેના પર શંકા હતી. જેથી ATS તેનું સર્વેલન્સ કરી રહી હતી. લાભ શંકર સામેના ઘણા એવા ડિજિટલ પુરાવા પણ મળી આવ્યા છે. જેનાથી તે જાસૂસ હોવાનું સાબીત થઇ રહ્યુ છે. ત્યારે ATS દ્વારા તેની ધરપકડ કરી તેણે અત્યાર સુધીમાં કઇ કઇ ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડી છે તેની જાણકારી મેળવવા પ્રયાય શરુ કરવામાં આવી રહ્યા છે. તો તેની સાથે અન્ય કોઇ પણ મળેલુ છે કે કેમ તેની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

આણંદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">