Rajkot : પરષોત્તમ રૂપાલાને માફી આપવા અંગે ક્ષત્રિય અગ્રણીઓમાં પડ્યા ભાગલા, વિરોધ યથાવત્, જૂઓ Video
પરષોત્તમ રૂપાલાના માફી માગ્યા બાદ પણ ક્ષત્રિય અગ્રણીઓ વચ્ચે મતમતાંતર હજુ યથાવત્ જોવા મળી રહ્યો છે. પરષોત્તમ રૂપાલાને માફી આપવા અંગે ક્ષત્રિય અગ્રણીઓમાં ભાગલા પડ્યા છે. ક્ષત્રિય અગ્રણીઓ વચ્ચે વાકયુદ્ધ શરુ થયુ છે.

રાજપૂત સમાજના અગ્રણી પદ્મીની બાએ ગોંડલમાં રૂપાલાને જાહેરમંચ પરથી માફ કર્યા બાદ નિવેદન આપ્યું છે કે પરષોત્તમ રૂપાલાને માફીનો સવાલ જ પેદા નથી થતો, ટિકિટ રદ નહીં થાય તો માફ પણ નહીં કરાય. પદ્મીની બાએ ચોખ્ખા શબ્દોમાં રાજપૂત સમાજના અગ્રણી જયરાજસિંહને સંભળાવી દીધું છે કે તમને એકલા હાથે નિર્ણય લેવાનો કોઇ જ અધિકાર નથી.પરષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની મા-બેહનોનું અપમાન કર્યું છે. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેમને માફ ન કરી શકાય.
આ પણ વાંચો- સુરત: ડાયમંડ બુર્સને જલ્દી શરૂ કરવા પ્રયાસ શરૂ કરાયા, જુઓ વીડિયો
તો બીજી તરફ કરણી સેનાના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષે પણ લડત ચાલુ હોવાનો દાવો કર્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી છે.