કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે ડાકોર ખાતે પોષી પૂનમની ઉજવણી રદ

યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિર ખાતે પોષી પૂનમની ઉજવણી રદ્દ રાખવામાં આવી છે. કોરોનાના કેસમાં વધારો થતા મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Jan 16, 2022 | 10:22 PM

ગુજરાતના(Gujarat)ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર (Dakor) રણછોડરાય મંદિર ખાતે પોષી પૂનમની (Poshi Poonam)ઉજવણી રદ કરવામાં આવી છે. કોરોનાના કેસમાં વધારો થતા મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે. જેમાં બંધ બારણે ભગવાનની સેવા પૂજા કરવામાં આવશે. આ મંદિર કમિટી દ્વારા ભાવિ ભક્તો માટે ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરોનાનું સંકટ વધી રહ્યુ છે. કોરોના સાથે ઓમિક્રોનના કેસમાં પણ રાજ્યમાં વધારો જોવા મળી રહ્યુ છે. જેથી સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્યભરના મોટા મંદિરો માં દર્શનાર્થીઓ માટે દ્વાર થોડા દિવસ બંધ કરી દેવામાં આવ્યા છે.

ગુજરાતમાં ભક્તિને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. ગુજરાતમાં પૂનમના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ મંદિરોમાં દર્શન માટે જતા હોય છે. પૂનમના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટતી હોય છે. જો કે આ વર્ષે કોરોનાની ત્રીજી લહેરની શરુઆત વચ્ચે ભક્તો પૂનમના દિવસે મંદિરોમાં દર્શન માટે નહીં જઇ શકે. વધતા કોરોનાના કેસને કારણે આ વખતે અનેક મંદિરોમાં પૂનમના દિવસે બંધ રહેશે

માત્ર પૂનમના દિવસ પુરતા જ નહીં રાજ્યના ઘણા પ્રસિદ્ધ મંદિરોના દ્વાર થોડા દિવસ દર્શનાથીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરકાંઠામાં ખેડબ્રહ્મામાં આવેલુ અંબિકા માતાજીનું મંદિર 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય મંદિર સંચાલકોએ કર્યો છે. ખેડબ્રહ્માનું મા અંબેનું આ મંદિર 23મી જાન્યુઆરીએ ભક્તો માટે ખોલવામાં આવશે. ખેડબ્રહ્મામામાં પોષી પૂનમે બંધ બારણે જ અન્નકૂટ ભરાશે અને પૂજન અર્ચન થશે.

આ પણ વાંચો : Rajkot : જામકંડોરણાના ખેડૂતોની કફોડી હાલત, ટામેટાના ભાવ ન મળતા ફેંકી દેવા મજબૂર

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોનાના નવા 10150 કેસ નોંધાયા, આઠ લોકોએ જીવ ગુમાવ્યો

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati