Rajkot : જામકંડોરણાના ખેડૂતોની કફોડી હાલત, ટામેટાના ભાવ ન મળતા ફેંકી દેવા મજબૂર
એક કિલો ટામેટાનો અંદાજિત ઉત્પાદન ખર્ચ 9 -10 રૂપિયા છે જેની સામે બજાર ભાવ માત્ર ત્રણથી પાંચ રૂપિયા જ મળે છે. ત્યારે ખેડૂતોને પાક ફેંકી દેવાનો વારો આવ્યો છે.
રાજકોટ(Rajkot) જિલ્લાના જામકંડોરણા તાલુકાના ટામેટાની(Tomato)ખેતી કરતા ખેડૂતોની(Farmers)હાલત દયનીય થઇ છે.. ખેડૂતો ટામેટાનું વાવેતર ડીપ ઇરીગેશનથી કરે છે. આ અગાઉ ચોમાસાની સિઝનમાં અતિ વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો હતો. જ્યારે ચાલુ સિઝનમાં પાક સારો થયો છે તો ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી થઇ છે. મહત્વનું છે કે એક વીઘામાં ટામેટાનું વાવેતર કરવા માટે અંદાજિત 7 – 8 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે પાક તૈયાર થતા ત્રણ માસનો સમય લાગે છે.. 1 કિલો ટામેટાનો અંદાજિત ઉત્પાદન ખર્ચ 9 -10 રૂપિયા છે જેની સામે બજાર ભાવ માત્ર ત્રણથી પાંચ રૂપિયા જ મળે છે. ત્યારે ખેડૂતોને પાક ફેંકી દેવાનો વારો આવ્યો છે. ગુજરાતના અનેક જિલ્લામાં ટામેટાના વધતા ઉત્પાદનને લઇને આ સ્થિતિ ઉભી થઇ છે.
જેમાં ખેડૂતોને પાકને બજારમાં લઇ જવાના ખર્ચ કરતાં પણ ઓછા નાણાં મળતા ખેડૂતોને ના છૂટકે પાકને ફેંકી દેવાનો કે ઢોરને ખવડાવી દેવાનો વારો આવે છે.
આ પણ વાંચો : Gujarat ની પેરા એથલેટ માનસી જોશીનું અનોખુ સન્માન, બાર્બી શિરોઝના ક્લબમાં સામેલ
આ પણ વાંચો : ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની જાહેરાતને લઇને ઉભો થયો આ વિવાદ