AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાના નવા 10150 કેસ નોંધાયા, આઠ લોકોએ જીવ ગુમાવ્યો

ગુજરાતમાં 16 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 10150 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના લીધે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં કોરોનાના નવા 10150 કેસ નોંધાયા, આઠ લોકોએ જીવ ગુમાવ્યો
Gujarat Corona Update (File Image)
| Updated on: Jan 16, 2022 | 10:22 PM
Share

ગુજરાતમાં(Gujarat)  16 જાન્યુઆરીના રોજ કોરોનાના(Corona)  નવા 10150 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના લીધે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં(Ahmedabad)  સૌથી વધુ 3264 નવા કેસ, જ્યારે સુરતમાં 2464 નવા કોરોના કેસ નોંધાયા છે.. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 63,610 પર પહોંચ્યો છે.. જ્યારે 63 હજાર 610 દર્દીમાંથી 83 દર્દી વેન્ટિલેટર પર છે. ગુજરાતના મહાનગરોના કેસોની વાત  કરીએ તો અમદાવાદમાં  3264, સુરતમાં  2464, વડોદરામાં  1151, રાજકોટમાં  378, ગાંધીનગરમાં  203, ભાવનગરમાં  322 ,જામનગરમાં  202 અને  જૂનાગઢમાં  44 કેસ નોંધાયા છે.જ્યારે સુરત જિલ્લામાં 293, વલસાડમાં 283, કચ્છમાં 157, ભરૂચમાં 130, આણંદમાં 114, નવસારીમાં 97, વડોદરામાં 91, મોરબીમાં 90, રાજકોટમાં 89, મહેસાણામાં 85, પાટણમાં 84, ગીર સોમનાથમાં 83, ગાંધીનગર જિલ્લામાં 61, દેવભૂમિ દ્વારકામાં 55, બનાસકાંઠામાં 54,ભાવનગરમાં 54, સુરેન્દ્રનગરમાં 54, અમદાવાદ જિલ્લામાં 51, ખેડામાં 35, અમરેલીમાં 34, જામનગરમાં 32, દાહોદમાં 17, સાબરકાંઠામાં 15, પંચમહાલ 11, નર્મદામાં 10, તાપીમાં 09, જૂનાગઢમાં 08, અરવલ્લીમાં 06, ડાંગમાં 04, છોટા ઉદેપુરમાં 03, બોટાદમાં 01, પોરબંદરમાં 01 કેસ નોંધાયો છે.

 Corona Gujarat

Gujarat Corona City Update

રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કેસ નોંધાયા છે. એક દિવસમાં અમદાવાદમાં કુલ 3 હજાર 264 કેસ નોંધાયા છે જ્યારે એક જ દિવસમાં 2 લોકોનું મોત પણ થયું છે. બીજી તરફ અમદાવાદમાં કુલ 2 હજાર 274 લોકોએ કોરોનાને મ્હાત પણ આપી. છેલ્લા પાંચ દિવસના અમદાવાદના કેસની વાત કરીએ તો, 12 જાન્યુઆરીએ કોરોનાના 3 હજાર 843 કેસ, 13 જાન્યુઆરીએ 3 હજાર 673, 14 જાન્યુઆરીએ 3 હજાર 90, 15 જાન્યુઆરીએ 2 હજાર 621 અને 16 જાન્યુઆરીએ 3 હજાર 3 હજાર 264 કેસ નોંધાયા.

સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2464 કેસો નોંધાયા છે. તેમજ કોરોના લીધે બે લોકોના મૃત્યુ થયા છે. જ્યારે સુરત શહેરમાં સૌથી વધારે 514 કેસો વરાછા એ અને ઉધના એ ઝોનમાં નોંધાયા છે. જ્યારે આજે 1480 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં એક્ટિવ કેસોની સંખ્યા 17,743 થઈ છે. જેમાંથી 322 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધતા કેસ વચ્ચે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે સરકાર કોરોનાની તમામ પરિસ્થિતીઓ સામે લડત આપવા કરાયેલી તૈયારીની માહિતી આપી હતી.જેમાં તેમણે દવાઓ, હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનની સુવિધા તથા રસીકરણ અંગેની માહિતી આપી હતી..તેમણે કહ્યું, રાજ્યમાં 50 હજાર જેટલા એક્ટિવ કેસ હોવા છતા હોસ્પિટલાઇઝેશન દર 2.50 ટકા અને ઓક્સિજનની જરૂરિયાતનો દર 0.39 જેટલો છે

ટેસ્ટિંગની વાત કરીએ તો રાજ્યમાં 138 ટેસ્ટીંગ લેબ કાર્યરત કરીને ટેસ્ટીંગ ફેસીલીટીને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે..આવનારા સમયમાં 40 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં પણ ટેસ્ટીંગ લેબ કાર્યરત બનશે. આઇસોલેશનમાં રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સરાકર દ્વારા 600 જેટલા સંજીવની રથ કાર્યરત કરવામાં આવ્યા છે..

આ પણ વાંચો : ભરૂચના પાલેજ નજીક મોટી ટ્રેન દુર્ઘટના ટળી, રેલ્વે ટ્રેક પર ફ્રેકચર મળી આવતા ટ્રેનો રોકી દેવાઈ

આ પણ વાંચો :  સીંગતેલના ભાવમાં ચાર-પાંચ મહિનામાં 20 ટકાનો ઘટાડો થયો, ઓછા ભાવને કારણે ખેડૂતો તેમની ઉપજ વેચવા તૈયાર નથી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">