Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ, જુઓ Video

વડોદરાના કરજણમાં ખેતી માટે અપાતી વીજળીમાં ધાંધિયા થતા ખેડૂતોમાં રોષ છે.કરજણ પંથકમાં પવન સાથે પડેલા વરસાદ બાદ ખેડૂતોને વીજળી મળવામાં હાલાકી પડી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2024 | 3:06 PM

વડોદરાના કરજણમાં ખેતી માટે અપાતી વીજળીમાં ધાંધિયા થતા ખેડૂતોમાં રોષ છે.કરજણ પંથકમાં પવન સાથે પડેલા વરસાદ બાદ ખેડૂતોને વીજળી મળવામાં હાલાકી પડી રહી છે.

વંટોળ સાથે પડેલા વરસાદથી વીજપોલને નુક્સાન પહોંચ્યું હતું.જેને એક સપ્તાહ વિતવા છતાં કરજણ તાલુકાના અનેક ગામના ખેતરોમાં હજુ વીજ પુરવઠો પૂર્વવત નથી થયો.વડોદરાના કરજણમાં હાંડોદ, કુરાઈ, કણભા, બોડકા સહિતના ગામોમાં ખેતી માટે વીજળી મળી રહી નથી.

વીજળી નિયમિત ન મળતા પાકની સિંચાઈ કરવામાં ખેડૂતોને તકલીફ પડી રહી છે. વીજળી સમયસર મળી રહે તે માટે ખેડૂતો માગણી કરી રહ્યા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">