જંકફૂડ ખાનારાઓ ચેતી જજો નહીં તો રોવાના દિવસો આવશે
આજકાલ જન્મદિવસ, એનિવર્સરી કે વીકએન્ડ હોય ત્યારે લોકો પાર્ટી કરે છે અને બહારનું જંકફૂડ ખાય છે. હવે આવા ફૂડલવર્સે કોઈપણ જંકફૂડ ખાતા પહેલા 10 વખત વિચારવું પડશે.

આજકાલ જન્મદિવસ, એનિવર્સરી કે વીકએન્ડ હોય ત્યારે લોકો પાર્ટી કરે છે અને બહારનું જંકફૂડ ખાય છે. હવે આવા ફૂડલવર્સે કોઈપણ જંકફૂડ ખાતા પહેલા 10 વખત વિચારવું પડશે. કેમ કે, બહારના ચટપટા ખોરાકનો સ્વાદ હવે યુવાઓને ભારે પડી શકે છે.
GBS બીમારી
આવા અનહાઇજેનિક કે વાસી ખોરાકથી પેટની સમસ્યા થઈ શકે છે તેમજ અનહાઇજેનિક કે વાસી ખોરાકમાં ઉત્પ્ન્ન થતા બેક્ટેરિયાથી મગજના ચેતાતંતુને નકારાત્મક અસર થાય છે. આ અસરને “ગુલેન બેરે સિન્ડ્રોમ” તરીકે ઓળખવામાં આવે છે, જે એક ગંભીર ન્યુરોલોજીકલ બીમારી છે.
ગુલેન બેરે સિન્ડ્રોમના કેસમાં છેલ્લા 2થી 3 વર્ષમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદની GCS હોસ્પિટલમાં ફરજ બજાવતા ન્યુરોલોજિસ્ટ ડૉ. અપરાનું કહેવું છે કે, અગાઉ 2 વર્ષ પહેલાં જ્યાં ગુલેન બેરે સિન્ડ્રોમના બે મહિને 1-2 કેસ આવતા હતા તેની સામે હવે દર મહિને 8થી 10 કેસ આવી રહ્યાં છે. વર્ષ 2025ની શરૂઆતમાં જ મહારાષ્ટ્રના પુણે જેવા મોટા શહેરોમાં એકાએક આ બીમારીના 100થી વધુ કેસ નોંધાયા હતા.
બીમારીના લક્ષણો
આ બીમારીના લક્ષણોની વાત કરીએ તો, હાથ અને પગમાં કમજોરી આવે છે અને ચાલવામાં મુશ્કેલી પડે છે. આ સિવાય બોલવામાં અને ખાવાનું ખાવામાં પણ મુશ્કેલી પડે છે. તદુપરાંત, આંખોમાં ડબલ વિઝન કે આંખો હલાવવામાં પણ મુશ્કેલી પડે છે. સ્નાયુઓમાં વધુ દર્દ, પેશાબ અને શૌચક્રિયામાં પણ સમસ્યા થાય છે. બીજું કે, શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.
આ એક ન્યુમેરોલોજીકલ બીમારી છે. જેમાં ઇમ્યુન સિસ્ટમ નર્વસ સિસ્ટમ ઉપર હુમલો કરે છે. સામાન્ય રીતે આ વાયરસ આપણા ચેતાતંત્ર ઉપર સૌથી વધુ અસર કરે છે. આ બીમારી સામાન્ય શરદી ખાંસી અથવા વાયરલ ઇન્ફેક્શનથી થાય છે. ઇન્ફેક્શન બાદ એવા એન્ટિબોડીઝ ઉત્પ્ન્ન કરે છે જે આપણા ચેતાતંત્રનેં અસર કરે છે. પ્રદુષિત પાણી અથવા અનહાઇજેનિક ખોરાક ખાવાથી GBS બીમારી શરીરમાં પ્રવેશે છે.
આ બીમારીથી બચવાનો ઉપાય
ગુલેન બેરે સિન્ડ્રોમ માટે કોઈ ચોક્કસ ઈલાજ નથી પરંતુ તેના લક્ષણો ઘટાડવા અને રિકવરીની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સારવાર આપવામાં આવે છે. તેમાં બ્લડ પ્લાઝ્મા બદલવાની પ્રક્રિયા સામેલ છે, જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને નર્વસ સિસ્ટમને રાહત આપે છે.
Intravenous immunoglobulin (IVIG) થેરાપી એટલે કે રોગપ્રતિકારક તંત્ર સામે કામ કરતા એન્ટિબોડીઝનો ડોઝ આપવામાં આવે છે, જે ચેતા કોષોને વધુ નુકસાનથી બચાવે છે. આ સિવાય પેઈન કિલર અને ફિઝિયોથેરાપીની પણ સલાહ આપવામાં આવે છે.