રાજ્યમાં અધિકારીઓની મનમાની ! સરકારી કચેરી જ ભ્રષ્ટ્રાચારનું કેન્દ્ર બન્યાના આરોપ
જૂનાગઢથી માંડીને નર્મદા સુધી કે પછી વડોદરાથી માંડીને સુરત સુધી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખુદ સરકારી બાબુઓની તાનાશાહીથી ત્રસ્ત થઇ ફરિયાદ કરતા નજરે પડ્યા છે. ધારાસભ્યોની આ ફરિયાદ એ વાતની ચાડી ખાય છે કે રાજ્યમાં આજેપણ પણ અધિકારી રાજ ચાલી રહ્યું છે.
લોકશાહીમાં લોકો પોતાના પ્રતિનિધિ ચૂંટે છે. આ પ્રતિનિધિઓ ફરજ છે કે પ્રજાની સગવડ, સુવિધા, લાભ વગેરે માટે સતત ખડેપગે રહે. કેટલેક અંશે આ પ્રતિનિધિઓ કામ કરે છે, પરંતુ કેટલેક અંશે માત્ર લાલિયાવાડી ચાલે છે. પણ છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના ધારાસભ્યોના સૂર થોડા બદલાયા છે. ચૂંટણીમાં વિપક્ષો પર પ્રહાર કરીને કંટાળેલા નેતાઓ હવે સરકારી બાબુઓ પર બગડ્યા છે.
જૂનાગઢથી માંડીને નર્મદા સુધી કે પછી વડોદરાથી માંડીને સુરત સુધી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખુદ સરકારી બાબુઓની તાનાશાહીથી ત્રસ્ત થઇ ફરિયાદ કરતા નજરે પડ્યા છે. ધારાસભ્યોની આ ફરિયાદ એ વાતની ચાડી ખાય છે કે રાજ્યમાં આજેપણ પણ અધિકારી રાજ ચાલી રહ્યું છે. જૂનાગઢમાં ભ્રષ્ટચારથી ત્રસ્ત ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જાહેરમાં અધિકારીઓનો ઉધડો લીધો હતો. તો નર્મદામાં સંકલન બેઠકમાં ધારાસભ્યએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.
વડોદરામાં સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે કલેક્ટર કચેરી ભ્રષ્ટ્રાચારનું કેન્દ્ર બન્યાનો આરોપ લગાવ્યો હતો. તો આ તરફ સુરતમાં અરવિંદ રાણાએ સરકારી બાબુઓને આડેહાથ લીધા હતા. હવે વિચારો કે જો ખુદ ધારાસભ્યોની વાત ભ્રષ્ટ બાબુઓ ન સાંભળતા હોય તો સામાન્ય પ્રજાની શું હાલત થતી હશે. આ સ્થિતિ જ દર્શાવે છે કે સરકારી કચેરીઓ આજે પણ ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે. આશા રાખીએ જીરો ટોલરન્સની વાત કરતી સરકાર આ દિશામાં પણ ડોકીયુ કરે અને ભ્રષ્ટાચારના ભોરિંગમાંથી પ્રજાને ઉગારે.

અમદાવાદ-રાજકોટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો

અંબાજીમાં દર્શનાર્થે આવતા માઈભક્તો માટે કરાઈ આ વિશેષ વ્યવસ્થા - Video

વક્ફ બોર્ડના નામે બોગસ ટ્રસ્ટીઓનું કારસ્તાન, આચર્યુ કરોડોનું કૌભાંડ

માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV
