ખેડા: ઠાસરા પ્રાથમિક શિક્ષણ ક્રેડિટ સોસાયટીમાં કૌભાંડ, 2.12 કરોડ રુપિયાની ગેરરીતિ સામે આવી

ખેડા: ઠાસરા પ્રાથમિક શિક્ષણ ક્રેડિટ સોસાયટીમાં કૌભાંડ, 2.12 કરોડ રુપિયાની ગેરરીતિ સામે આવી

Dharmendra Kapasi
| Edited By: | Updated on: Jan 17, 2024 | 11:54 AM

ખેડા જિલ્લાના ઠાસરાની પ્રાથમિક શિક્ષણ ક્રેડિટ સોસાયટીમાં કૌભાંડ થયુ હોવાનું સામે આવ્યુ છે. શિક્ષણ ક્રેડિટ સોસાયટીમાં 2.12 કરોડ રુપિયાની ગેરરીતિ થઇ હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી પ્રમાણે જાણ કર્યા વિના જ 26 શિક્ષકોના નામે ખોટી લોન અને ખોટી એન્ટ્રીઓ પાડવામાં આવી છે.

ખેડા જિલ્લાના ઠાસરાની પ્રાથમિક શિક્ષણ ક્રેડિટ સોસાયટીમાં કૌભાંડ થયુ હોવાનું સામે આવ્યુ છે. શિક્ષણ ક્રેડિટ સોસાયટીમાં 2.12 કરોડ રુપિયાની ગેરરીતિ થઇ હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી પ્રમાણે જાણ કર્યા વિના જ 26 શિક્ષકોના નામે ખોટી લોન અને ખોટી એન્ટ્રીઓ પાડવામાં આવી છે. પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રીએ ભેગા મળીને આ સમગ્ર કૌભાંડ રચ્યુ હોવાની માહિતી મળી છે.

ઠાસરાની પ્રાથમિક શિક્ષણ ક્રેડિટ સોસાયટીમાં કરોડોના કૌભાંડમાં રાજકારણીઓના નામ સામે આવ્યા છે. પૂર્વ પ્રમુખ ગોકળ ઠાકોર, પૂર્વ મંત્રી અજિત ઝાલા, ક્લાર્ક પંકજ પરમાર દ્વારા આ કૌભાંડ રચવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ છે, ત્યારે તેમની સામે કડક કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે. જિલ્લા રજિસ્ટ્રારે આ લોકો પાસેથી તમામ રકમ વસૂલવા હુકમ પણ કર્યો છે. જિલ્લા રજિસ્ટ્રારે પૂર્વ પ્રમુખ પાસેથી કુલ 1 કરોડ 70 લાખ 386 રૂપિયા વસૂલવા આદેશ આપ્યો છે.

આ પણ વાંચો- આજનું હવામાન : રાજ્યમાં કડકડતી ઠંડીની આગાહી, ક્યાં જિલ્લામાં કેટલો રહેશે ઠંડીનો પારો, જુઓ વીડિયો

પૂર્વ મંત્રી અજીત ઝાલા પાસે 31 લાખ 70 હજાર 386 રૂપિયા વસૂલવા જણાવ્યુ છે. જિલ્લા રજિસ્ટ્રારે કલાર્ક પંકજ પરમાર પાસે 10 લાખ 63 હજાર 462 રૂપિયા વસૂલવા આદેશ કર્યા છે. નાણાકીય વસુલાત સાથે પોલીસ કાર્યવાહી કરવા પણ મંડળીને ફરમાન કરવામાં આવ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">