AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : IPL માં ક્રિકેટની મેચ રમાતા સટ્ટોનો પર્દાફાશ, બુકી સલમાન ગોલાવાલાના ઓપરેટરની ધરપકડ

Vadodara : IPL માં ક્રિકેટની મેચ રમાતા સટ્ટોનો પર્દાફાશ, બુકી સલમાન ગોલાવાલાના ઓપરેટરની ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 5:56 PM
Share

વડોદરાના( Vadodara) બુકી સલમાન ગોલાવાલાએ ID મેળવી નેટવર્ક શરૂ કર્યું હતું.જયાં સુરતની આંગડિયા પેઢીનો સંચાલક પણ રડાર પર છે.જયાં આરોપી રામચંદ્રને 50 હજારમાં આઇડી આપી હતી..માસ્ટર આઇડીનો હિસાબ સૂફીયન રાખતો હતો.પોલીસે કુલ 110 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.

IPLની ટુર્નામેન્ટની ક્રિકેટ મેચ શરૂ થતાની સાથે જ ક્રિકેટની મેચ પર સટ્ટો(IPL betting)  શરૂ થઈ જાય છે.ત્યારે વડોદરા (Vadodara) PCBએ ગુજરાતથી મુંબઈ સુધી ફેલાયેલા સટ્ટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.7 કરોડની સુપર માસ્ટર આઇડીથી IPLની મેચો પર મુંબઇમાં રહીને સટ્ટો રમાડનાર સલમાન ગોલાવાલાના(Salman Golawala)  ઓપરેટરને અમદાવાદથી ઝડપી લીધો છે..જેમાં વડોદરા, સુરત અને મુંબઈના ગ્રાહકોના નામ પણ ખુલ્યા છે.વડોદરાનો બુકી સલમાન ગોલાવાલાએ ID મેળવી નેટવર્ક શરૂ કર્યું હતું.જયાં સુરતની આંગડિયા પેઢીનો સંચાલક પણ રડાર પર છે.જયાં આરોપી રામચંદ્રને 50 હજારમાં આઇડી આપી હતી..માસ્ટર આઇડીનો હિસાબ સૂફીયન રાખતો હતો.પોલીસે કુલ 110 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.

PCBની ટીમે તરસાલી-વડદલા રોડ પર આવેલા એક રેસીડેન્સીમાં દરોડા પાડયા હતા. જેમાંઆરોપી રામચંદ્ર અને કલ્પેશની ધરપકડ કરી છે.આરોપીઓની પુછપરછમાં ગુજરાતના જુદા-જુદા શહેરો ઉપરાંત મુંબઈમાં ફેલાયેલા સટ્ટા બેટીંગના નેટવર્કનો પર્દાફાશ થયો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં પ્રથમ ‘CORI ની-રિપ્લેસમેન્ટ રોબોટ’ વિશે જાણી બોરીસ જોન્સન ખુશ , કહ્યું કે ભારતમાં આ ટેકનોલોજી ખુબ સસ્તી

આ પણ વાંચો :  BHARUCH : ભરૂચ જિલ્લાની આજની આ 5 મુખ્ય ખબરો તમારી જાણમાં છે?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 23, 2022 05:48 PM
g clip-path="url(#clip0_868_265)">