AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : મીરા સોલંકી હત્યા કેસનો આરોપી હજુ ફરાર, પરિવારજનોનો ન્યાય મેળવવા વલોપાત

Vadodara : મીરા સોલંકી હત્યા કેસનો આરોપી હજુ ફરાર, પરિવારજનોનો ન્યાય મેળવવા વલોપાત

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 6:05 PM
Share

વડોદરામાં હત્યાનો શિકાર બનેલી મીરા સોલંકી કેસમાં સંદીપ મકવાણા નામના શખ્સ પર પરિવારને એટલા માટે શંકા છે કારણ કે મીરા સોલંકીએ 16 એપ્રિલે સાંજે તેની બહેન ક્રિષ્ના સોલંકીને મેસેજ કર્યો હતો. મેસેજમાં લખ્યું હતું કે તે સંદીપ સાથે છે અને સવારે જતી રહેશે

ગુજરાતના (Gujarat) વડોદરામાં (Vadodara)હત્યાનો શિકાર બનેલી મીરા સોલંકીના (Meera Solanki)પિતા દીકરીને ન્યાય માટે વલોપાત કરી રહ્યા છે. જેમાં હત્યા કેસનો આરોપી હજુ ફરાર હોવાના લીધે પિતા સહિત આખો પરિવાર દુઃખ સાથે આક્રોશિત છે. પરિવારે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. જેમાં 17 એપ્રિલે શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી મીરા સોલંકીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પાંચ-પાંચ દિવસ વીતી જવા છતાં મીરાના હત્યારાનો કોઈ પત્તો નથી લાગ્યો. પરિવારજનોને સંદીપ મકવાણા નામના શખ્સ પર શંકા છે. જેની વિગતો પણ પોલીસને સોંપાઈ છે. પરંતુ પોલીસે હજુ સુધી તે દિશામાં કોઈ કાર્યવાહી ન કરતાં પરિવારજનોએ રોષ વ્યક્ત કરીને જલ્દીમાં જલ્દી ન્યાય મળે તેવી માગણી કરી છે.

મીરાની બહેન ક્રિષ્ના પોલીસ સામે રોષ વ્યક્ત કરી રહી છે

સંદીપ મકવાણા નામના શખ્સ પર પરિવારને એટલા માટે શંકા છે કારણ કે મીરા સોલંકીએ 16 એપ્રિલે સાંજે તેની બહેન ક્રિષ્ના સોલંકીને મેસેજ કર્યો હતો. મેસેજમાં લખ્યું હતું કે તે સંદીપ સાથે છે અને સવારે જતી રહેશે. બહેનનો મેસેજ આવતાં જ ક્રિષ્નાએ લખ્યું હતું કે તું શાંતિથી ઘરે આવી જા તને કોઈ કશું નહીં બોલે તું ક્યાં છે એ કહીં દે હું તને લેવા આવી જઈશ. મીરાએ બહેન સાથે કરેલી આ છેલ્લી વાતચીત હતી. આજે હત્યારાનું કોઈ પગેરું ન મળતાં મીરાની બહેન ક્રિષ્ના પોલીસ સામે રોષ વ્યક્ત કરી રહી છે.

આ પણ વાંચો :  બનાસકાંઠા : ભૂગર્ભ જળ ઊંડા જતાં ખેડૂતો ત્રાહીમામ, નવા બોરવલ બનાવવા મજબૂર

આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 649 કરોડના ખર્ચે તૈયાર થયેલા બગોદરા-તારાપૂર 54 કિલોમીટર 6 લેન માર્ગનું લોકાર્પણ કર્યુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published on: Apr 22, 2022 06:02 PM
g clip-path="url(#clip0_868_265)">