AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં પ્રથમ ‘CORI ની-રિપ્લેસમેન્ટ રોબોટ’ વિશે જાણી બોરીસ જોન્સન ખુશ , કહ્યું કે ભારતમાં આ ટેકનોલોજી ખુબ સસ્તી

KD હોસ્પિટલમાં CORI ની-રિપ્લેસમેન્ટ રોબોટિક સિસ્ટમના (Knee-replacement robot) ઉપયોગથી દર્દીઓની સારવાર કરવામાં આવશે. આ પદ્ધતિથી સર્જરી કરવા માટે સર્જન 'કોમ્પ્યૂટર-આસિસ્ટેડ ટેક્નોલોજી' ની મદદ લેશે.

ગુજરાતમાં પ્રથમ 'CORI ની-રિપ્લેસમેન્ટ રોબોટ' વિશે જાણી બોરીસ જોન્સન ખુશ , કહ્યું કે ભારતમાં આ ટેકનોલોજી ખુબ સસ્તી
Boris Johnson visits KD Hospital
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 4:09 PM
Share

બોરિસ જોન્સન (Boris Johnson) ગુજરાતના (Gujarat) મહેમાન બન્યા હતા ત્યારે તેઓએ અલગ અલગ જગ્યા પર મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન ઓર્થોપેડિક સર્જરીના ઈતિહાસમાં CORI સર્જિકલ રોબોટિક સિસ્ટમ’ વિશે પણ KD હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. અદિત દેસાઈ પાસેથી માહિતી મેળવી. આ અત્યાધુનિક ટેક્નોલોજી છે જેમાં સચોટ પરિણામ અને નવીનતમ ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. UK ના પીએમ બોરિસ જોન્સને જણાવ્યુ કે, અમે CORI સર્જિકલ રોબોટિક સિસ્ટમના ઉપયોગથી દર્દીઓની સારવાર કરવા માટે ઉત્સુક છીએ. આ પદ્ધતિથી સર્જરી કરવા માટે સર્જન ‘કોમ્પ્યૂટર-આસિસ્ટેડ ટેક્નોલોજી’ ની મદદ લેશે. જેના દ્વારા દર્દીના ઘૂંટણનું માપ અને સ્થિતિને ચોકસાઈપૂર્વક જોઈ શકાશે. જેથી સર્જરી ઘણી સચોટ અને સફળ બનશે.

બોરિસ જોન્સન આ વિગતો સાંભળી ખુશ થયા અને ભારતમાં આ પદ્ધતિ ઘણી સસ્તી હોવાની વાત કરી

બોરિસ જોન્સન સાથે અમદાવાદની KD હોસ્પિટલના ડૉ. અતીત શર્મા સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન વિગતવાર વાત કરતા જણાવે છે કે, દર્દીના ઘૂંટણની સર્જરી વખતે કોમ્પ્યૂટર આસિસ્ટન્સ ઘૂંટણના યુનિક આકાર અને તેની ગતિને નિયંત્રિત કરવા માટે વર્ચુઅલી મદદ કરશે. CORI સર્જિકલ સિસ્ટમ દર્દીના ઘૂંટણની સચોટ અને સફળ સર્જરી કરવામાં સર્જનના હેતુને સફળ બનાવે છે. આ આધુનિક રોબોટિક ટ્રીટમેન્ટ જે એક મનુષ્ય અને મશીનના યુનિક સંગમથી પરિપૂર્ણ છે, જે ઘૂંટણના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી નિવડશે. ટીશ્યૂટ્રોમા, બ્લડલોસ માં ઘટાડો, સર્જરી દરમિયાન એમ્બોલિઝમની શક્યતામાં ઘટાડો વગેરે જેવી બાબતોમાં યોગ્ય સાબિત થશે.

જેના કારણે સર્જરી સફળ બનશે. દર્દીના જલદી સાજા થવાની સંભાવના અને ઓપરેશન પછીની અવધી પણ ઝડપથી પૂર્ણ થશે અને દર્દી સામાન્ય કરતા વહેલા તેમના પગે ચાલવાનું શરુ કરી શકશે. ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવા ઈચ્છતા દર્દીઓ માટે આ અદ્યતન રોબોટિક સર્જિકલ સિસ્ટમ નોંધપાત્ર નીવડશે તેમજ દર્દીઓની સર્જિકલ પ્રક્રિયાઓની કાર્યક્ષમતા વધારવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

કુસુમ ધીરજલાલ હૉસ્પિટલ રાષ્ટ્રીય માન્યતા NABH, NABL લેબોરેટરી સેવાઓ, NABI નર્સિંગ એક્સેલન્સ, NABH ઈમરજન્સી સેવાઓ અને NABH બ્લડ બેંકનો સમાવેશ થાય છે. KD હોસ્પિટલ 6 એકરના વિશાળ કેમ્પસમાં ફેલાયેલી મલ્ટી-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 300+ બેડ્સ અને 45 સુપર-સ્પેશિયાલિટીની સુવિધા હોવાનું જાણ થતાં બોરિશએ ખુશી વ્યક્ત કરી.

આ પણ વાંચો: Gujarat Election 2022: 600 પેજની સ્લાઈડમાં મળેલા મુદ્દાઓથી કોંગ્રેસ ગુજરાતનો ગઢ જીતી શકશે? કોંગ્રેસનાં ત્રણ દાયકાના વનવાસને કઈ રીતે પુરો કરાવી શકશે પ્રશાંત કિશોર?

આ પણ વાંચો: હરિધામ સોખડામાં વધુ એક વિવાદ સામે આવ્યો, સરલ સ્વામીએ શારીરિક શોષણ કર્યું હોવાની સુરતના યુવકે ફરિયાદ નોંધાવી

Follow Us
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
g clip-path="url(#clip0_868_265)">