AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHARUCH : ભરૂચ જિલ્લાની આજની આ 5 મુખ્ય ખબરો તમારી જાણમાં છે?

ભરૂચ જિલ્લામાં આજે બે અકસ્માતની ઘટનાઓ ચર્ચાસ્પદ રહી હતી. બંને ઘટનાઓમાં અકસ્માત બાદ વાહનમાં સવાર લોકો ફસાઈ જતા તેમને વાહનોના પતરાં કાપી ભારે જહેમત બાદ બહાર કાઢી શકાયા હતા.

BHARUCH : ભરૂચ જિલ્લાની આજની આ 5 મુખ્ય ખબરો તમારી જાણમાં છે?
Symbolic Image of Bharuch
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 3:18 PM
Share

ભરૂચ જિલ્લામાં આજે બે અકસ્માતની ઘટનાઓ ચર્ચાસ્પદ રહી હતી. બંને ઘટનાઓમાં અકસ્માત બાદ વાહનમાં સવાર લોકો ફસાઈ જતા તેમને વાહનોના પતરાં કાપી ભારે જહેમત બાદ બહાર કાઢી શકાયા હતા. અન્ય એક ઘટનામાં કાર ચાલાક ઘરના આંગણામાં પાર્ક કરેલી કાર શરૂ કરતા સામે સાપ દેખાતા દોડધામ મચી હતી. એનિમલ રેસ્ક્યુની ટીમે આ સાપને સલામત સ્થળે છોડ્યો હતો તો ભરૂચ કરાઈમ બ્રાન્ચે દારૂ – જુગારની બળી ઉપર નિયંત્રણ મેળવવાના પ્રયાસના ભાગરૂપે આંકડાની ક્લબ ઝડપી પાડી છે.

bharuch accident

અકસ્માત બાદ વાહન ચાલકો ફસાયા

અકસ્માતની બે ઘટનાઓની વાત કરીએ તો ભરૂચના ઝંગાર નજીક ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે વાહનો વચ્ચે ટક્કર એટલી જબરદસ્ત થઇ હતી કેટ્રક ચાલક અકસ્માત બાદ ટ્રકના કેબીનમાં ફસાઈ ગયો હતો. ઈજાઓના કારણે ટ્રક ચાલકનું નીકળવું મુશ્કેલ બન્યું હતું. અકસ્માતના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ ટ્રક ચાલકને વાહનમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. અકસ્માતમાં બંને વાહન ચાલકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે.

અકસ્માતની અન્ય એક ઘટનામાં નેશનલ હાઇવે ઉપર રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસે વધુ એલ અકસ્માત સર્જાયો હતો. આઈસર ટેમ્પોની પાછળ દોડતો મારુતિ કારના ચાલકનો ગતિના કારણે વાહન ઉપર કાબુ ન રહેતા. કાર આગળ દોડતા ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઈ હતી.અકસ્માતમાં વાનમાં સવાર વ્યક્તિ ફસાઈ ગયો હતો. મારુતિ વાનનું પતરું કાપી કેહનમાં સવાર વ્યક્તિ ને બહાર કાઢવામાં આવ્યો હતો. સદનશીબે કોઈ ગંભીર ઈજાઓ ન પહોંચતા તેને સામાન્ય સારવારની જરૂર પડી હતી.

આકડાના જુગારની ક્લબ ઝડપી પડાઈ

આજની અન્ય એક મહત્વની ઘટનામાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે જુના નેશનલ હાઇવે બ્રિજ નજીક આંકડાની હારજીતની ક્લ્બ ચાલતી હોવાની માહિતીના આધારે રેડ કરી આંકડા ફેરનો જુગાર રમાડતા શકીલ પટેલ અને રાહુલ વસાવાને ઝડપી પાડ્યા હતા. આ બંને શ્રમજીવીઓને શોર્ટકટથી માલામાલ બનાવની લાલચ આપી જુગાર રમાડતા હતા.

તુવેરની નોંધણીનો વધુ એક રાઉન્ડ

જંબુસર A P M C ના ચેરમેન શ્રી વનરાજસિંહ મોરીની એક યાદી અનુસાર ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. જંબુસર તાલુકા માં ફરી તુવેર નોંધણી તારીખ 25/04/2022 થી 30/04/2022 સુધી શરૂ કરવામાં આવશે. નોંધણી માટે બાકી રહી ગયેલા ખેડૂતો ફરી થી તુવેર નોંધણી કરાવી શકે તે માટે આ વધુ એક તક આપવામાં આવી છે.

snake

કાર ચાલકે  વાહન સ્ટાર્ટ કર્યું  અને સાપ દેખાયો

આજરોજ ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે પટેલ નગર માં રહેતા મેહબૂબ ભાઈ ખત્રી ના ઘરની પાસે પાર્ક કરેલ કાર શરૂ કરવા જતા સામે સાપ નજરે પડતા નાસભાગ મચી જવા પામી હતી. કારમાં સાપ નજરે પડતા મેહબૂબ ભાઈ દ્વારા સેવ એનિમલ ટીમને મદદે બોલાવાઇ હતી જેમને સાપને ઝડપી સલામત સ્થળે મુક્ત કર્યો હતો.

આ પણ વાંચો : Ankleshwar : 42 ડિગ્રી તાપમાં પ્રજા વચ્ચે રહેવાનો પ્રયાસ કરતા રાજકીય પાર્ટીના કાર્યકરો નજરે પડ્યા

આ પણ વાંચો : મુંબઈના ઉદ્યોગકારને જિપ્સમની ડીલના બહાને બોલાવી અપહરણ કરાયું, અપહરણકારોએ 15 લાખ તફડાવી મુક્ત કર્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
g clip-path="url(#clip0_868_265)">