સુરત જિલ્લાના માંડવી તાલુકાની ઘટના, વાવ્યા ખાડીમાં એક બાઇકચાલક તણાયો, જુઓ Video

સુરત જિલ્લાના માંડવી તાલુકાની ઘટના, વાવ્યા ખાડીમાં એક બાઇકચાલક તણાયો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 8:59 PM

સુરત જિલ્લાના માંડવી તાલુકાની વાવ્યા ખાડીમાં એક બાઇકચાલક તણાયો હતો. પાણીના જોરદાર પ્રવાહને કારણે બાઈકચાલક તણાયો. જોકે રેલિંગને કારણે બાઈકચાલક તણાતા બચી ગયો.

Surat:  જિલ્લાના માંડવી તાલુકાની ઘટના જેમાં વાવ્યા ખાડીમાં એક બાઈકચાલક તણાયો. પાણી જતું હોવા છતા પુલ પરથી બાઈકચાલક પસાર થયો. જેમાં પાણીના જોરદાર પ્રવાહને કારણે બાઈકચાલક તણાયો હતો. મહત્વનું છે કે રેલિંગને કારણે બાઈકચાલક તણાતા બચી ગયો હતો. જોકે આસપાસના સ્થાનિકોની નજર આ યુવક પર પડતાં  રેસ્ક્યૂ હાથ ધરતા બાઈકચાલકનો જીવ બચ્યો હતો.

આ પણ વાંચો : સુરતના માંડવીમાં ધોધમાર વરસાદ, ખાડી પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો

સુરતમાં સતત જે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે પાણી ભરાયા છે.  ખાસ કરીને સુરત જિલ્લાના માંડવીમાં મેઘ મહેર થઈ છે. જેમાં માંડવી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઈને અનેક ખાડીઓ પ્રભાવિત થઈ છે. જેમાં મુજલાવથી બારડોલી જતી વાવ્યા ખાડી પર પાણી ફરી વળ્યા છે. તેમજ ખાડી પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો છે. તેમજ રસ્તો બંધ થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">