CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સેમીકનેક્ટ કોન્ફરન્સનો પ્રારંભ, ગુજરાતમાં 1 લાખ કરોડનું રોકાણની શક્યતા, જુઓ-Video

|

Jul 19, 2024 | 2:41 PM

ગાંધીનગર ખાતે સેમીકનેક્ટ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના ભાગરૂપે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મેન્યું ફેકચરિંગ માટે નવી ટેકનોલોજી આધારિત કોન્ફરન્સનો વિદેશની ઇન્ડસ્ટ્રીને લોકલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાવાનો આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ છે

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 1 દિવસીય સેમીકનેક્ટ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યું હતુ. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માટે કોન્ફરન્સનું આયોજન યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોન્ફરન્સ યોજાઈ. જેમાં સેમીકનેક્ટ કોન્ફરન્સમાં આજે કુલ 8 ટેકનિકલ સેશન રાખવામાં આવ્યા છે. ઇન્ડીયા સેમિકન્ડક્ટર મિશન આ કોન્ફરન્સના મુખ્ય પાર્ટનર છે.

સેમીકનેક્ટ કોન્ફરન્સનું આયોજન

ગાંધીનગર ખાતે સેમીકનેક્ટ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના ભાગરૂપે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મેન્યું ફેકચરિંગ માટે નવી ટેકનોલોજી આધારિત કોન્ફરન્સનો વિદેશની ઇન્ડસ્ટ્રીને લોકલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાવાનો આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ છે. કેમિકલ, ગેસ, ગોલ્ડ, ડિફેન્સ, ઇલેક્ટ્રિક વ્હિકલ વગેરે ઇન્ડસ્ટ્રીમાં સેમિકન્ડક્ટર ડીવાઈસનો ઉપયોગ થાય છે ટાટા પાવર અને સીજી પાવર સહિત કંપનીના સહયોગથી કોન્ફરન્સનું આયોજન કરાયુ હતુ.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

45 હજર રોજગારીની તક ઊભી થવાની શક્યતા

યોજાયેલ આ કોન્ફરન્સમાં 3 પ્રતિષ્ઠિત કંપનીના ઉદ્યોગ સંચાલકો રણધીર ઠાકુર , અરૂણ મુરુગપ્પ અને ગુરુશરણસિંઘ ઉપસ્થિત રહ્યા. ત્યારે 3 કંપનીનું ગુજરાતમાં પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં રૂપિયા 1 લાખ કરોડ રોકાણ આવવાની શક્યતા છે. આ સાથે તેનાથી 45 હજર રોજગારીની તક ઊભી થવાની શક્યતા છે.

Published On - 2:38 pm, Fri, 19 July 24

Next Article