ધોરાજીના ચિચોડમાં 3 કલાકમાં ખાબક્યો 9 ઈંચ વરસાદ, તો 12 ઈંચ વરસાદથી ભાડેર ગામ બેટમાં ફેરવાયુ

|

Jul 19, 2024 | 3:15 PM

રાજકોટના ધોરાજી પંથકમાં છેલ્લા 24 કલાકથી અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. ધોરાજીના ચિચોડ ગામે ધોધમાર વરસાદ વરસવાનુ યથાવત છે. ચિચોડમાં 3 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકી જતા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. ગામમાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂર આવ્યુ છે. આ તરફ ભાડેર ગામમાં છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી ગામ બેટમાં ફેરવાયુ છે.

રાજકોટના ધોરાજી બારે મેઘ ખાંભા જેવી સ્થિતિ થઈ છે. મેઘરાજાએ સમગ્ર ધોરાજી ઉપલેટા તાલુકાને ઘમરોળ્યો છે. ચિચોડ ગામમાં ત્રણ કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ છે. ગામમાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂર આવ્યુ છે. ખેતરોમાં પાણીમાં ગરકાવ થયા છે. આ તરફ ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદથી ચોતરફ પાણી ભરાયા છે. પોરબંદર-રાજકોટ હાઈવે પર ખેતરમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ધોરાજી ઉપલેટામાં ગઈકાલથી મેઘરાજા મહેર નહીં કહેર બનીને વરસી રહ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.

ભાડેર ગામમાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદ

આ તરફ ધોરાજીના ભાડેર ગામમાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભાડેર ગામમાં ધોધમાર વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર ગામ બેટમાં પરિવર્તિત થયુ છે. નદી-નાળાઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. ભારે વરસાદ બાદ ગામના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ન્યુ કલ્યાણ સોસાયટી વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ચિત્રાવડ, ખજૂરડા, રોઘેલ સહિતના ગામોમાં ધોધમાર

આ તરફ જામકંડોરણાના ગુદાસરી ગામે આવેલા વિઠ્ઠલ રાદડિયા ભવનમાં પાણી ભરાઈ ગયા છે. જામકંડોરણાની દૂધ મંડળીમાં પણ પૂરના પાણી પ્રવેશ્યા છે. ગુંદાસરી ગામના નદીકાંઠા વિસ્તારમાં પાણી ભરાયા છે. અનેક ગામોમાં ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. બે દિવસથી વરસી રહેલા વરસાદથી અનેક નદીઓમાં પૂરની સ્થિતિ છે. ફોફળ ડેમ ઓવરફ્લો થવામાં 3 ફુટની સપાટી બાકી છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 3:15 pm, Fri, 19 July 24

Next Article