લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ઉમેદવારી બાબતે ભરૂચમાં મોટી નવાજૂનીનાં એંધાણ, નારાજ જૂથ બળવો કરે તો નવાઈ નહીં!

ભરૂચ : INDIA ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા તરફ લોકસભા ચૂંટણીની ઉમેદવાર તરીકેની પસંદગીનો કાળાશ ઢોળવામાં આવતા ચૂંટણી લડવાના અહેમદ પટેલના પરિવારજનો સહિતના નેતાઓના સ્વપ્ન રોળાયા છે.EVM મશીનમાં કોંગ્રેસનું નિશાન ન જોવા મળવાથી વોટબેન્કને મોટું નુકસાન પહોંચવાનો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે.

| Updated on: Feb 27, 2024 | 11:23 AM

ભરૂચ : INDIA ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા તરફ લોકસભા ચૂંટણીની ઉમેદવાર તરીકેની પસંદગીનો કળાશ ઢોળવામાં આવતા ચૂંટણી લડવાના અહેમદ પટેલના પરિવારજનો સહિતના નેતાઓના સ્વપ્ન રોળાયા છે.EVM મશીનમાં કોંગ્રેસનું નિશાન ન જોવા મળવાથી વોટબેન્કને મોટું નુકસાન પહોંચવાનો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે.

આગામી લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી કોંગ્રેસની ઉમેદવારીનો છેદ ઉડાવી દેવાતા બળવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. સૂત્રો અનુસાર આજે કોંગી અગ્રણીઓ મોટી જાહેરાત કરી શકે છે. મોવડીઓના નિર્ણયથી નારાજ કોંગી અગ્રણી સંદીપ માંગરોલા અને પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાનીમાં કોંગી કાર્યકરો એકઠા થઈ રહ્યા છે. ચૂંટણીમાં ઉમેદવાર જ ન હોય તો કોંગ્રેસની મોટી વોટબેન્ક ગુમાવે તેવો નારાજ જૂથને ભય છે.

અપક્ષ ઉમેદવારી થઈ શકે છે!

આ નિર્ણયના કારણે વિધાનસભા ઉપરાંત , તાલુકા – જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ અસ્તિત્વ ગુમાવે તેવી ચિંતા છે. નારાજ જૂથ બળવાની જાહેરાત કરી શકે છે. મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલનો બિનસત્તાવાર ટેકો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર મેદાનમાં ઉતારાઈ શકે છે.

વોટ બેંક ગુમાવવાનો ભય

રાજકીય વિશ્લેષકો અનુસાર નારાજ જૂથે લગાવેલો તર્ક પાયા વિહોણો નથી. હાલની ચૂંટણીમાં કોંગ્રેસ જાતે અન્ય પક્ષને ઉમેદવારને મતદાન કરવા મતદારને કહેશે. લોકસભા ચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજની અને વિધાનસભા ચૂંટણીમાં આ મતદારોને પોતાના પક્ષને વોટ કરવા કહેવું અઘરું બનશે અને મતદારને પોતાની તરફ વાળવો પડકારજનક પણ બની શકે છે. આજે નારાજ અગ્રણીઓની બેઠક અને ત્યારબાદ પત્રકાર પરિષદની જાહેરાત  તરફ તમામની નજર બની રહેશે.

મુમતાઝ પટેલનું મૌન

જેમની ઉમેદવારી માટે કોંગી કાર્યકરો નારાજગી સાથે વિરોધ કરી રહ્યા છે તેવા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલનો tv 9 સંપર્ક કરતા હાલ કઈ પણ સ્પષ્ટ કહેવાનો ઇન્કાર કર્યો છે. અમારા દ્વારા તેમનો સંપર્ક કરાયો ત્યારે તેમણે કહ્યું હતું કે નારાજ જૂથની રણનીતિથી તેઓ અજાણ છે. સત્તાવાર જાહેરાત બાદજ તે મામલે નિવદેન આપશે.

આ પણ વાંચો: Paytm Payments Bankના ચેરમેન પદેથી વિજય શેખર શર્માએ રાજીનામું આપ્યું, બોર્ડનું પુનર્ગઠન કરવામાં આવશે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">