AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતના અમરોલીમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ ! શિવમ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સિલ કરાયું, જુઓ Video

Breaking News : સુરતના અમરોલીમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ ! શિવમ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સિલ કરાયું, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2025 | 2:29 PM
Share

ગર્ભ પરીક્ષણ કરવુ એ ગેરકાયદેસર ગણવામાં આવે છે. તેમજ છતા પણ અવારનવાર ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું ઝડપાય છે. ત્યારે સુરતના અમરોલીમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ કર્યો છે.

ગર્ભ પરીક્ષણ કરવુ એ ગેરકાયદેસર ગણવામાં આવે છે. તેમજ છતા પણ અવારનવાર ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું ઝડપાય છે. ત્યારે સુરતના અમરોલીમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ કર્યો છે. શિવમ હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ થતુ હોવાનો ખુલાસો થયો છે.

એજન્ટો મારફતે સગર્ભાઓને હોસ્પિટલમાં મોકલવામાં આવતી હતી. જિલ્લા આરોગ્ય અધિકારીએ હોસ્પિટલમાં દરોડા પાડ્યા છે. જેમાં હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સિલ કરવામાં આવ્યું છે. ગર્ભ પરીક્ષણ માટે 10થી 15 હજાર વસૂલતા હતા.

સોનોગ્રાફી મશીન સિલ કરવામાં આવ્યું

તપાસમાં સામે આવ્યું છે કે એજન્ટો મારફતે ગર્ભવતી મહિલાઓને આ હોસ્પિટલમાં મોકલવામાં આવતી હતી.ઓમસાઈ હોસ્પિટલના ડોક્ટર વિજય ઝાડફિયા અને રિક્ષા ડ્રાઈવર ગર્ભવતી મહિલાઓનો સંપર્ક કરતા હતા. ગર્ભ પરીક્ષણ માટે દર્દી પાસેથી 10થી 15 હજાર સુધીની રકમ વસૂલતા હતા.

હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો કરીને ગર્ભમાં રહેલું બાળક છોકરો છે કે છોકરી તે જણાવવામાં આવતું હતું.ડોકટર હિતેશ જોશી હૉસ્પિટલના મેડિકલ ડાયરેકટર છે તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">