Bharuch News : અંકલેશ્વરમાં નોકરીનાં ઇન્ટરવ્યૂ માટે યુવાનોની પડાપડી, રેલિંગ તૂટતા યુવાનો નીચે પટકાયા, વાયરલ થયો વીડિયો

દેશમાં બેરોજગારીનું પ્રમાણ દિવસે દિવસે વધતુ જાય છે. તેનાથી આપણે સૌ કોઈ અવગત છીએ. ત્યારે ગુજરાતના ભરુચમાંથી નોકરીનાં ઇન્ટરવ્યુ માટે યુવાનો પડાપડી કરી રહ્યાં હોય તેવો વીડિયો વાયરલ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2024 | 2:34 PM

એક તરફ સરકાર દેશમાં બેરોજગારી દૂર થવાના અને વધુમાં વધુ લોકોને રોજગાર પુરુ પડાયાના દાવા કરી રહી છે. બીજી તરફ આ દાવાઓને ફગાવી દેતો એક વીડિયો સામે આવ્યો છે. ભરુચની એક હોટેલેમાં યોજાયેલા એક વોક ઇન ઇન્ટરવ્યૂમાં નોકરી મેળવવા માટે યુવા વર્ગ રીતસરનો તૂટી પડ્યો. ધક્કામુક્કીમાં રેલિંગ પણ તૂટી ગઇ હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યુ છે.

ગુજરાતના ભરુચમાંથી નોકરીનાં ઇન્ટરવ્યુ માટે યુવાનો પડાપડી કરી રહ્યાં હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જો સંપૂર્ણ ઘટનાની વાત કરીએ તો ભરુચના અંકલેશ્વરમાં નોકરીનાં ઇન્ટરવ્યુ માટે યુવાનો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. ભીડ એટલી વધી ગઇ હતી કે તેને કાબુમાં લેવુ મુશ્કેલ બન્યુ હતુ.

રેલિંગ તૂટતા યુવાનો પટકાયા

ખાનગી કંપનીએ હોટલમાં વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યાં નોકરીવાંચ્છુક યુવકોની ભીડ બેકાબૂ બની હતી. જેના પગલે ધક્કામુક્કી થતા હોટલની બહારની બાજુમાં આવેલી રેલિંગ તૂટતા યુવાનો નીચે પટકાયા હતા. તેમજ રેલિંગની આગળ મુકેલા વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતુ. જો કે આ વીડિયોની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">