Cyclone Shakti : દરિયામાં તોફાની કરંટ જોવા મળ્યો, વેરાવળની 2 હજાર જેટલી બોટ સંપર્ક વિહોણી, જુઓ Video
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં બનેલું ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું છે.જેના પગલે ગીર સોમનાથના દરિયામાં મોજાં ઉછળ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં બનેલું ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું છે.જેના પગલે ગીર સોમનાથના દરિયામાં મોજાં ઉછળ્યા છે. દરિયામાં ઊંચા મોંજાં ઉછળતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
વેરાવળની 2 હજાર જેટલી બોટ સંપર્ક વિહોણી
હાલ વાવાઝોડું ઓમાન તરફ છતાં દરિયા કિનારે અસર જોવા મળશે. આવતીકાલ સુધીમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ અસર વધી શકે છે. વાવાઝોડાના પગલે વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર વેરાવળની નાની મોટી પાંચ બોટો પૈકી બે હજાર બોટો સંપર્ક વિહોણી થઈ છે. અંદાજે 20 હજાર જેટલા માછીમારો મધદરિયે હોવાની સામે આવ્યું છે.
