PGP 2024 : ફિઝીના નાયબ વડા પ્રધાન બિમાન પ્રસાદ સહિતના મહાનુભાવોએ અમદાવાદ હેરીટેજ વોકની મજા માણી, જુઓ વીડિયો

PGP કાર્યક્રમ 10 ફેબ્રુઆરી અને 11 ફેબ્રુઆરીના રોજ આયોજન કરાયુ છે. જેના પગલે આજે ફિઝીના નાયબ વડા પ્રધાન બિમાન પ્રસાદ સહિત અલગ અલગ દેશના મેયર અને કાઉન્સિલર્સ  ઉપરાંત વિદેશમાં વસતા ગુજરાતીઓએ કાલુપુર સ્વામિનારયણ મંદિરથી હેરિટેજ વોક શરુ કરી હતી.

| Updated on: Feb 11, 2024 | 2:23 PM

અમદાવાદમાં પ્રવાસી ગુજરાતી પર્વ 2024નું આયોજન કરવામાં આવ્યુ છે. PGP કાર્યક્રમ 10 ફેબ્રુઆરી અને 11 ફેબ્રુઆરીના રોજ આયોજન કરાયુ છે. જેના પગલે આજે ફિઝીના નાયબ વડા પ્રધાન બિમાન પ્રસાદ સહિત અલગ અલગ દેશના મેયર અને કાઉન્સિલર્સ  ઉપરાંત વિદેશમાં વસતા ગુજરાતીઓએ કાલુપુર સ્વામિનારયણ મંદિરથી હેરિટેજ વોક શરુ કરી હતી. જેના બાદ જૂના અમદાવાદ શહેરની ગલીઓમાંથી હેરીટેજ વોક જુમ્મા મસ્જિદ પહોચ્યા હતા. ત્યારબાદ તેમણે ટંકશાળ, પટેલની પોલ, માણેક ચોક સહિતના જૂના અમદાવાદમાં તેઓએ હેરિટેજ વોકની મજા માણી હતી.

શું છે પ્રવાસી ગુજરાતી પર્વ

TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઈન નોર્થ અમેરિકા (AIANA) દ્વારા આયોજિત પ્રવાસી ગુજરાતી પર્વમાં દેશ અને દુનિયાની અનેક નામાંકિત હસ્તીઓ ભાગ લઈ રહી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">