Dahod Rain: દાહોદ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ, જુઓ Video

મેઘરાજાએ 2 દિવસના વિરામ બાદ ફરી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસી રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લામાં મોડી રાતથી વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2024 | 10:36 AM

મેઘરાજાએ 2 દિવસના વિરામ બાદ ફરી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસી રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લામાં મોડી રાતથી વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે. દાહોદના લીમડી, ઝાલોદ, નાનસલાઈ દમેળા, કારઠ, વરોડ, સીમળખેડી, દેપાડા, કાળીમહુડી સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.

તાપીમાં વરસ્યો અનરાધાર વરસાદ

બીજી તરફ તાપી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો છે. વ્યારા, વાલોડ, ડોલવણ તેમજ સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ડોલવણ તાલુકામાંથી ઓલન નદી ફરી બે કાઠે પસાર થતી જોવા મળી છે. ભારે વરસાદને પગલે નદી કોતરોમાં ભરપૂર પાણીની આવક થઈ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. બીજી તરફ 3 સપ્ટેમ્બરે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">