AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વલસાડ જિલ્લામાં મેઘ તાંડવની સ્થિતિ, વાપીમાં 6 ઈંચ વરસાદ ખાબકી જતા ઠેર-ઠેર ભરાયા પાણી- Video

વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે પણ ધોધમર વરસાદ ખાબકી જતા ઠેર ઠેર પાણી ભરાયા છે. પારડીના હાઈવે ઉપર અને વાપીની બજારો પાણીમાં ગરકાવ થઈ છે. વાપીના મુખ્ય બજાર, સ્ટેશન રોડ, ગીતાનગર, રેલવે અન્ડર પાસ, GIDC વિસ્તારમાં પાણી ભરાતા લોકોને પારાવાર પરેશાની વેઠવી પડી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2025 | 5:37 PM
Share

વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘ તાંડવ જોવા મળ્યું. સમગ્ર જિલ્લાને મેઘરાજાએ જળતરબોળ કરી નાખ્યો. ભારે વરસાદે વાપી શહેરના હાલ બેહાલ કરીને રાખી દીધા છે. જિલ્લામાં સતત વરસેલા વરસાદને પગલે જળ ત્યા સ્થળની સ્થિતિ સર્જાઈ છે. વરસાદ એટલી ભયંકર તીવ્રતા સાથે વરસ્યો કે બે કલાકમાં ચાર ઈંચ વરસાદ વાપીમાં ખાબકી ગયો. ભારે વરસાદને પગલે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ છે. જેમા વાપીની મુખ્ય બજાર, સ્ટેશન રોડ, ગીતાનગર, રેલવે અન્ડર પાસ, GIDC વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.

વાપીમાં એકસાથે 6 ઈંચથી વધુ વરસાદ ખાબકી જતા કરવડ વિસ્તારમાં આવેલી સાઈ આસ્થા સોસાયટીમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ તરફ સ્કૂલે જતા બાળકો પણ વરસાદી પાણીમાં ચાલવા મજબૂર છે બન્યા છે. સોસાયટીમાં પાણી ભરાતા રહીશોએ નગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે..

વલસાડના નેશનલ હાઈવે 48 પરના આ દ્રશ્યો જોતા હાઈવે જાણે ટાપુમાં ફેરવાયો હોય તેવુ લાગી રહ્યુ છે. સમગ્ર હાઈવે વરસાદી પાણીમાં ગરકાવ થયો છે. પારડીના બગવાડા ટોલનાકા પહેલાના માર્ગ પર પણ જળબંબાકારની સ્થિતિ છે. અમદાવાદ-મુંબઈ ટ્રેક પર પાણી ભરાતા વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે. પાણીના કારણે અહીં 5થી 6 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ લાગ્યો છે.

Input Credit- Nilesh Gamit- Valsad

સુરતમાં આવેલા પૂરને કારણે અનેક લોકો સ્થળાંતર કરવા બન્યા મજબૂર, પોલીસ પણ ટ્રેક્ટર લઈ રેસક્યૂ માટે ઉતરી- Video– આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">