AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં આવેલા પૂરને કારણે અનેક લોકો સ્થળાંતર કરવા બન્યા મજબૂર, પોલીસ પણ ટ્રેક્ટર લઈ રેસક્યૂ માટે ઉતરી- Video

સુરત પોલીસનો માનવીય ચહેરો સામે આવ્યો છે. હાલ ડ્રીમ સિટી ગણાતી સુરત નગરી જળમગ્ન બની છે ત્યારે પૂરના પાણીમાં ફસાયેલા લોકોની મદદે સુરત પોલીસ આવી છે. ટ્રેક્ટર સાથે ઉતરેલી પોલીસ દ્વારા ફસાયેલા લોકોના રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 24, 2025 | 5:35 PM
Share

સુરતમાં વરસેલા અનરાધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસેલા ભારે વરસાદ બાદ મીઠી ખાડીની આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાયા છે. પૂરને કારણે જનજીવન પર માઠી અસર થઈ છે અને લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. સરથાણાં પોલીસ સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ થતા પોલીસ સ્ટેશનમાં સરારી દસ્તાવેજો લેવા માટે પોલીસકર્મીઓ પહોંચ્યા હતા. PI સહિતનો સ્ટાફ કેડસમા પાણીમાં દસ્તાવેજ લેવા માટે પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનના તમામ વિભાગ અને લોકઅપ પણ પાણીમાં ગરકાવ થયુ છે.

ખાડીમાં પૂરને કારણે સ્થાનિકોની વ્હારે પોલીસ આવી છે. સરથાણામાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું પોલીસ જવાનો દ્વારા રેસક્યુ કરવામાં આવ્યુ છે. મહિલા ASIએ ગળાડૂબ પાણીમાંથી ત્રણ લોકોનું રેસ્ક્યૂ કર્યું હતુ. પોલીસ કર્મચારીઓ ટ્રેકટર મારફતે લોકોની મદદ કરી રહ્યા છે. સમગ્ર સરથાણા પોલીસ સ્ટેશન પાણીમા ગરકાવ થયુ છે.

આ તરફ મીઠી ખાડીની આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાયા છે. પર્વત ગામ નજીક 6 સોસાયટી પૂરના પાણીમાં ગરકાવ થયા છે. સોસાયટીના રહીશો માલ-સામાન સાથે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. લોકો ઘરનો સામાન ખાલી કરી બીજા માળે ચઢાવી રહ્યા છે. સોસાયટીમાં પૂરના પાણી ફરી વળતા SMC તંત્ર સામે લોકોમાં ભારે આક્રોષની સ્થિતિ છે. તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરીના દાવા કરાય છે. કરોડોના પ્લાન પાસ કરી દેવાય છે પરંતુ કામગીરી થતી નથી અને દર ચોમાસાએ લોકોને પૂરને કારણે હાલાકી વેઠવાનો વારો આવે છે. તંત્ર સમસ્યાનું નિરાકરણ ન કરતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

જો ઈરાને જળડમરૂ માર્ગ બંધ કર્યો તો વિશ્વભરનો વેપાર અટકી જશે, ભારત સહિત દુનિયા માટે કેમ મહત્વનો છે આ જળમાર્ગ?- વાંચો– આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ
ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !
વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !
સોશિયલ મીડિયા પર વાયરલ થયો અનોખો 'વોટર ક્રિકેટ' વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયો અનોખો 'વોટર ક્રિકેટ' વીડિયો
પોતાની નિષ્ફળતા ઢાંકવા, પ્રજાનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાને હુમલો કર્યો!
પોતાની નિષ્ફળતા ઢાંકવા, પ્રજાનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાને હુમલો કર્યો!
આજે સ્વાસ્થ્ય માટે ધ્યાન-યોગ આપશે ફાયદો, સાંજ મિત્રો સાથે બનશે યાદગાર
આજે સ્વાસ્થ્ય માટે ધ્યાન-યોગ આપશે ફાયદો, સાંજ મિત્રો સાથે બનશે યાદગાર
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
g clip-path="url(#clip0_868_265)">