Gir Somnath : કોડીનારના ખેડૂતોની હાલત કફોળી ! મગફળી, સોયાબીન સહિતનો પાકને નુકસાન, જુઓ Video
ગીર સોમનાથના કોડીનારમાં ભારે વરસાદથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખાસ કરીને ફાફણી, મિતિયાજ, બાવાના પીપળવા, અરણેજ, માલગામ, કડોદરા અને દેવળી જેવા ગામોમાં મગફળી, સોયાબીન સહિતના પાક પાણીમાં પલળી ગયા છે.
ગીર સોમનાથના કોડીનારમાં ભારે વરસાદથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખાસ કરીને ફાફણી, મિતિયાજ, બાવાના પીપળવા, અરણેજ, માલગામ, કડોદરા અને દેવળી જેવા ગામોમાં મગફળી, સોયાબીન સહિતના પાક પાણીમાં પલળી ગયા છે. ખેડૂતોની ચાર મહિનાની મહેનત વરસાદી પાણીમાં વહી ગઈ છે.
ફાફણી ગામમાં ખેતરોમાં પાણી ભરાતા મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ જવા પામ્યો છે. તેમજ પશુઓ માટે ભેગો કરાયેલો ઘાસચારો પણ પાણીમાં પલળી જતાં પશુપાલકોને પણ નુકસાન થયુ છે. હાલ ખેડૂતો સરકાર સમક્ષ માત્ર એક જ આશા રાખી રહ્યા છે કે તાત્કાલિક સર્વે થાય અને યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે.
ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક
બીજી તરફ રાજકોટમાં ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સિઝનની પ્રથમ આવક નોંધાઈ છે. લગભગ 80 હજારથી 85 હજાર ગુણી મગફળીની આવક થઈ છે. આજે મગફળીની હરાજીમાં 20 કિલોનો 800 રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા ભાવ બોલાયો હતો. ઉલ્લેખનીય છે કે ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રનું અગ્રીમ માર્કેટ યાર્ડ છે. અને રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, કેશોદ, અમરેલીમાંથી ખેડૂતો તેમનો માલ લઈને અહીં આવતા હોય છે. અલબત્ હાલ વરસાદની આગાહીને પગલે માર્કેટમાં નવી આવક બંધ કરાઈ છે. જ્યાં સુધી માર્કેટમાં રહેલી મગફળીનો નિકાલ ન થાય અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળની આવક બંધ કરવામાં આવી છે.
