Sabarkantha : હિંમતનગરમાં મેઘો અનરાધાર ! 4 વર્ષ બાદ હાથમતી પીકઅપ વિયર ડેમ ઓવરફ્લો, અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ, જુઓ Video
રાજ્યમાં મેઘાની રમઝટ યથાવત્ જોવા મળી છે. ત્યારે હિંમતનગરના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા સ્થાનિક જળાશયો ભરાયો છે. ત્યારે હાથમતી પીકઅપ વિયર ડેમ ઓવરફ્લો થયો છે. મળતી માહિતી અનુસાર 4 વર્ષ બાદ ડેમ સંપૂર્ણ ભરાયો છે.
રાજ્યમાં મેઘાની રમઝટ યથાવત્ જોવા મળી છે. ત્યારે હિંમતનગરના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા સ્થાનિક જળાશયો ભરાયા છે. ત્યારે હાથમતી પીકઅપ વિયર ડેમ ઓવરફ્લો થયો છે. મળતી માહિતી અનુસાર 4 વર્ષ બાદ ડેમ સંપૂર્ણ ભરાયો છે. ડેમમાંથી 8 હજાર 500 ક્યૂસેક પાણી છોડાયું છે. હાથમતી નદીમાં પાણી છોડાયું છે. પાણીના ભરપૂર પ્રવાહને કારણે 4 કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ભારે વરસાદના કારણે મહેતાપુરા, વણઝારાવાસ, ભોલેશ્વર અને કાટવાડ પાણીમાં ગરકાવ થયા છે.
ગુહાઈ ડેમમાંથી છોડાયું પાણી
ઉલ્લેખનીય છે કે હિંમતનગરનો ગુહાઈ ડેમ સંપૂર્ણ ભરાતા પાણી છોડવામાં આવ્યું છે. હિંમતનગરના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા હિંમતનગરનો ગુહાઈ ડેમ સંપૂર્ણ ભરાયો છે. ગુહાઈ ડેમ સંપૂર્ણ ભરાતા 3 હજાર ક્યૂસેકથી વધુ પાણી છોડાયું છે. જેના પગલે હાથમતી નદીકાંઠાના વિસ્તારોમાં એલર્ટ કરાયા છે. ગુહાઈ ડેમ અને હાથમતી જળાશય છલકાતા પૂરની સ્થિતી સર્જાઈ છે. જ્યારે હાથમતીનું પાણી ભળતા સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
