Gujarati Video: બનાસકાંઠામાં ગ્રીન હાઉસ માટેની વોટર શેડ યોજના આવી વિવાદમાં, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ 65 લાખના કૌભાંડનો કર્યો આક્ષેપ
Banaskantha: બનાસકાંઠામાં ખેડૂતોને વોટર શેડ યોજના અંતર્ગત 170 ખેડૂતોને ગ્રીન હાઉસ કાગળ પર બતાવી 65 લાખ રૂપિયાનું કૌભાંડ આચરાયુ હોવાનો જિજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે. મેવાણીનો દાવો છે કે સ્થળ તપાસ કરતા કોઈ ગ્રીન હાઉસ નેટ ઉભા કરાયા નથી.
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક કૌભાંડનો આક્ષેપ થયો છે. જેના પગલે, જિલ્લામાં લાઈવલીહુડ અને વોટરશેડ યોજના વિવાદોમાં ઘેરાઈ છે. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો આક્ષેપ છે કે અમીરગઢના કપાસીયા અને વિરમપુર ગામમાં ખેડૂતોના ખેતરમાં ગ્રીન નેટ બનાવ્યા વિના જ 65 લાખ રૂપિયા બારોબાર ચૂકવાઇ ગયા છે. વોટર શેડ યોજના અંતર્ગત 170 ખેડૂતોને ગ્રીન હાઉસ કાગળ પર બતાવી 65 લાખનું કૌભાંડ કરાયું છે.
જિજ્ઞેશ મેવાણીનો દાવો છે કે અમે તપાસ કરતા સ્થળ પર આવા કોઈ નેટ હાઉસ ઊભા કરાયા નથી. ખેડૂતો સુધી વાસ્તવિક યોજનાનો કોઈ લાભ પહોંચ્યો નથી. ફક્ત બે ગામમાંથી જ 65 લાખ રૂપિયા ચાઉ થઈ ગયા છે. આ અંગે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ધારાસભ્યએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
કપાસિયા ગામમાં ગ્રામવિકાસ એજન્સીએ 4 દિવસ પહેલા જ ગ્રીનહાઉસ બનાવવાનો સમાન ઉતાર્યો છે અને અધિકારીઓએ આ સામાન ખેડૂતોને વિતરણ કરી દેવાની સૂચના આપી છે. જેથી કૌભાંડ થયું હોવાની આશંકા છે.
આ પણ વાંચો: Gujarati Video: બનાસકાંઠામાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન, ખેડૂતોને સરકાર પાસે સહાયની આશા
તો બીજી તરફ કપાસિયા ગામના સરપંચે આક્ષેપ ફગાવ્યાં અને કહ્યું કે અમે સમિતિ બનાવી ખેડૂતોને વિતરણ કરવાની યોજના બનાવી છે.આમાં કોઇ કૌભાંડ નથી કરાયું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…