Gujarati Video : વડોદરા ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય બજેટને આવકાર્યું, કહ્યું રોજગારલક્ષી બજેટ

TV9 GUJARATI

|

Updated on: Feb 01, 2023 | 9:33 PM

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા અમૃતકાળના પહેલા બજેટમાં વેપારીઓ તેમજ તેમજ ઉદ્યોગકારો માટે અનેક મહત્વની જાહેરાતો કરી છે. ત્યારે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝે પણ બજેટને આવકાર્યું છે. વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારોએ  બજેટને રોજગારલક્ષી તેમજ વિકાસલક્ષી ગણાવી નાના-મધ્યમ વેપારીઓ તેમજ યુવાનો માટે ફાયદાકારક હોવાનું જણાવ્યું.

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા અમૃતકાળના પહેલા બજેટમાં વેપારીઓ તેમજ તેમજ ઉદ્યોગકારો માટે અનેક મહત્વની જાહેરાતો કરી છે. ત્યારે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝે પણ બજેટને આવકાર્યું છે. વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારોએ  બજેટને રોજગારલક્ષી તેમજ વિકાસલક્ષી ગણાવી નાના-મધ્યમ વેપારીઓ તેમજ યુવાનો માટે ફાયદાકારક હોવાનું જણાવ્યું  હતું.

આ ઉપરાંત કેન્દ્ર સરકારના બજેટને ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે આવકારતા કહ્યું કે તમામ વર્ગ માટે ફાયદાકારક છે. દેશના ખેડૂત, ગરીબ, વંચિત, પીડિતોને ધ્યાનમાં રાખી તૈયાર કરાયેલું અમૃત બજેટ છે. CM ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં વેપાર વૃદ્ધિ માટેની નવતર પહેલ અને ડાયમંડ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના પ્રયાસના વખાણ કર્યા.મધ્યમવર્ગીય પરિવારોને ઈન્ક્મ ટેક્સમાં રાહતથી મોટો લાભ મળ્યો હોવાનું જણાવ્યું.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. જેમાં તેમણે કહ્યું કે બજેટમાં વંચિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. મહિલાઓ માટે ખાસ બજેટ પણ છે. આ બજેટ ભારતના વિકાસને નવી ગતિ આપશે. તેમણે કહ્યું કે આ બજેટમાં MSMEનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને ચુકવણીની નવી વ્યવસ્થા પણ બનાવવામાં આવી છે.

આ બજેટ પ્રથમવાર અનેક પ્રોત્સાહક યોજનાઓ લઈને આવ્યુ છે

આ બજેટ પ્રથમવાર અનેક પ્રોત્સાહક યોજનાઓ લઈને આવ્યુ છે. આવા લોકો માટે ટ્રેનિંગ, ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ વિશ્વકર્મા કૌશલ સમ્માન એટલે પીએમ વિકાસ યોજના કરોડો વિશ્વકર્માઓના જીવનમાં પરિવર્તન લાવશે. શહેરી મહિલાઓથી લઈ ગામડામાં રહેતી મહિલાઓ કારોબાર, રોજગાર કે વ્યસ્ત મહિલાઓ કે ગૃહિણીઓના જીવનને સરળ બનાવવા માટે છેલ્લા વર્ષોમાં સરકારે અનેક પગલાઓ લીધા છે.

આ પણ વાંચો : Gujarati Video : કેન્દ્રીય બજેટને CA અને નિષ્ણાતોએ પણ આવકાર્યું, કહ્યું કરમાળખામાં ફેરફારથી લોકોને થશે ફાયદો

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati