Gujarati Video : કેન્દ્રીય બજેટને CA અને નિષ્ણાતોએ પણ આવકાર્યું, કહ્યું કરમાળખામાં ફેરફારથી લોકોને થશે ફાયદો
કેન્દ્ર સરકારે નવા ટેક્સ સ્લેબ જાહેર કરી કર માળખામાં ઘણા ફેરફાર કર્યા છે. જે અંગે અમદાવાદમાં ચાર્ટડ એકાઉન્ટ ઇન્સ્ટિટ્યૂટના હોદ્દેદારો અને સીએ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ બજેટથી દરેક વર્ગને ફાયદો થશે. બેસિક કસ્ટમ ડયુટીમાં ઘટાડો કરતાં રો- મટિરિયલની કિંમમાં ઘટાડો થશે. આ બજેટમાં નોકરિયાત વર્ગ સહિત અનેક સ્લેબમાં ફાયદો થવાનો છે
કેન્દ્ર સરકારે બજેટમાં નવા ટેક્સ સ્લેબ જાહેર કરી કર માળખામાં ઘણા ફેરફાર કર્યા છે. જે અંગે અમદાવાદમાં ચાર્ટડ એકાઉન્ટ ઇન્સ્ટિટ્યૂટના હોદ્દેદારો અને સીએ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ બજેટથી દરેક વર્ગને ફાયદો થશે. બેસિક કસ્ટમ ડયુટીમાં ઘટાડો કરતાં રો- મટિરિયલની કિંમમાં ઘટાડો થશે. આ બજેટમાં નોકરિયાત વર્ગ સહિત અનેક સ્લેબમાં ફાયદો થવાનો છે. તેમજ બજેટમાં પોલીસીને લઇને લાંબા ગાળાનું વિઝન છે. જેના લીધે તમામ લોકોને તેનો સીધો ફાયદો થશે. આ બજેટમાં ડાયરેક્ટ ટેકસમાં બદલાવની બધા લોકો રાહ જોતા હોય છે તે પ્રકારના બદલાવ આ અંગે જોવા મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બજેટમાંઆવકવેરા મુક્તિ મર્યાદા વધી છે. હવે 7 લાખની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ જાહેરાતથી મધ્યમ વર્ગને રાહત મળશે. સામાન્ય માણસના હાથમાં ખર્ચ માટે વધુ પૈસા આવશે. દેશમાં વપરાશ વધવાની ધારણા છે, જે બજારને ગતિ આપશે.