Budget 2023: નાણામંત્રી સીતારમણે કહ્યું કોરોના બાદ ભારતમાં વિદેશી રોકાણ વધ્યું, જાણો વિદેશી રોકાણથી થતા ફાયદા વિશે

TV9 GUJARATI

|

Updated on: Feb 01, 2023 | 7:55 PM

આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2023-24 રજૂ કર્યું છે. બજેટમાં દરેક વર્ગને ધ્યાનમાં રાખીને જાહેરાતો કરવામાં આવી છે. સૌથી મોટી જાહેરાત આવકવેરા અંગેની હતી. નવી કર વ્યવસ્થામાં આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે.

Budget 2023: નાણામંત્રી સીતારમણે કહ્યું કોરોના બાદ ભારતમાં વિદેશી રોકાણ વધ્યું, જાણો વિદેશી રોકાણથી થતા ફાયદા વિશે
નાણામંત્રી સીતારમણે કહ્યું કોરોના બાદ ભારતમાં વિદેશી રોકાણ વધ્યું
Image Credit source: Tv9 ભારતવર્ષ

Follow us on

વિદેશી મૂડીરોકાણ: દેશમાં વિદેશી નાગરિકો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવતાં મૂડીરોકાણોને વિદેશી મુડી રોકાણ કહેવામાં આવે છે. આ રોકાણોને ખાનગી વિદેશી મૂડીરોકાણો તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદેશી મૂડીરોકાણો બે સ્વરૂપે થાય છે.

પ્રત્યક્ષ મૂડીરોકાણો (direct investment) : આ રોકાણો સામાન્ય રીતે કોઈક ઉત્પાદન કે આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવા માટે કરવામાં આવે છે. આજે આ પ્રકારના રોકાણો મુખ્યત્વે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. તેઓ પોતાની શાખા કે પેટાકંપની વિદેશોમાં સ્થાપે છે અથવા જે તે દેશની કંપની સાથે સહયોગ સાધીને આર્થિક પ્રવૃત્તિ હાથ ધરે છે.

આ પણ વાંચો: સોનું 1,090 રૂપિયા મજબૂત અને ચાંદીમાં 1,947 રૂપિયાનો ઉછાળો

પરોક્ષ મૂડીરોકાણો (portfolio investment) : આ પ્રકારના રોકાણો જે તે દેશમાં બહાર પાડવામાં આવેલા બૉન્ડ અને શૅર જેવી નાણાકીય અસ્કામતો ખરીદીને કરવામાં આવે છે. વ્યક્તિગત રીતે વિદેશી નાગરિકો પણ આપણા દેશમાં નાણાકીય અસ્કામતોમાં રોકાણ કરી શકે, પરંતુ મોટાભાગના પરોક્ષ મૂડીરોકાણો વિદેશી નાણાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.

2020માં ભારતને 64 અબજ ડોલર ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ પ્રાપ્ત થયું

અમેરિકાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 2020માં ભારતને 64 અબજ ડોલર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રાપ્ત થયું છે. યુએનના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં વિદેશી ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ, માહિતી અને સંદેશાવ્યવહાર તકનીકી ઉદ્યોગમાં એક્વિઝિશન દ્વારા આગળ ધપાવવામાં આવેલા વર્ષ 2019માં 51 અબજ ડોલરની સરખામણીએ, 2020માં 27 ટકા વધીને 64 અબજ ડોલર થઈ ગઈ છે.

દેશને થતા ફાયદા

આજે વિકાસશીલ દેશો વિદેશી ખાનગી મૂડીરોકાણોને આકર્ષવા માટે સ્પર્ધામાં ઊતર્યા હોય એવી સ્થિતિ જોવા મળે છે. આનું કારણ સ્પષ્ટ છે, દેશમાં થતાં પ્રત્યક્ષ વિદેશી ખાનગી મૂડીરોકાણોથી દેશને વિવિધ સ્વરૂપે લાભો મળી શકે છે. વિદેશી મૂડીરોકાણોથી દેશમાં ઉત્પાદન, રોજગારી અને આવકમાં વધારો થાય છે, વિદેશી કંપનીઓમાં સામાન્ય રીતે કામદારોને વધારે વેતન ચૂકવવામાં આવતું હોય છે.

1990 પછીના વર્ષોમાં વિદેશી મૂડીરોકાણોમાં પ્રચંડ વધારો થયો

વિકસિત તેમજ વિકાસશીલ દેશોમાં ખાનગી વિદેશી મૂડીરોકાણો સામેની આ બધી ટીકાઓ છતા 1970 પછીના વર્ષોમાં અને વિશેષ કરીને 1990 પછીના વર્ષોમાં વિદેશી મૂડીરોકાણોમાં પ્રચંડ વધારો થયો છે. 1990ના વર્ષમાં કુલ 202 અબજ ડૉલરનાં પ્રત્યક્ષ મૂડીરોકાણો થયા હતા, જે વધીને 2000ના વર્ષમાં 1,167 અબજ ડૉલરના થયા હતા. આ પ્રત્યક્ષ ખાનગી વિદેશી રોકાણોનો 70 ટકાથી અધિક ભાગ વિકસિત દેશોમાં જ જાય છે.

ભારતમાં 1991માં નવી આર્થિક નીતિ અપનાવવામાં આવી

ભારતમાં 1991માં નવી આર્થિક નીતિ અપનાવવામાં આવી એ પછી ખાનગી પ્રત્યક્ષ તેમજ પરોક્ષ વિદેશી મૂડીરોકાણોમાં મોટો વધારો થવા પામ્યો છે. 1990-91ના વર્ષમાં ભારતમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણો 9.7 કરોડ ડૉલરનાં અને પરોક્ષ વિદેશી રોકાણો 60 લાખ ડૉલરના થયા હતા. 2000-2001ના વર્ષમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણો 234 કરોડ ડૉલરનાં અને પરોક્ષ વિદેશી રોકાણો 276 કરોડના થયા હતા. અલબત્ત, આ મૂડીરોકાણોમાં વર્ષોવર્ષ મોટી વધઘટ થતી રહી છે. પરંતુ દુનિયામાં થતાં પ્રત્યક્ષ ખાનગી મૂડીરોકાણોમાં ભારતનો હિસ્સો અલ્પ છે. 2000ના વર્ષમાં તે ફક્ત 0.2 % હતો.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati