Gujarati Video : પારડીમાં 108 એમ્બ્યુલન્સ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2ના મોત, Videoમાં જુઓ દ્રશ્યો

TV9 GUJARATI

|

Updated on: Mar 14, 2023 | 11:49 AM

ટુકવાડાથી ઇજાગ્રસ્તને લઈ 108 એમ્બ્યુલન્સ સાયરન વગાડીને જતી હતી. એવામાં અચાનક 108 સામે ફોન પર વાત કરતો બાઈકચાલક આવી ચડ્યો હતો

વલસાડના પારડીમાં 108 એમ્બ્યુલન્સ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. ટુકવાડાથી ઇજાગ્રસ્તને લઈ 108 એમ્બ્યુલન્સ સાયરન વગાડીને જતી હતી. એવામાં અચાનક 108 સામે ફોન પર વાત કરતો બાઈકચાલક આવી ચડ્યો હતો. અને 108 એમ્બ્યુલન્સની સાથે અથડાઈને દુર ફંગોળાયો હતો. 108એ બાઈકચાલકને પણ સાથે લઈને હોસ્પિટલ પહોંચી હતી. બંને દર્દીઓને સારવારમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં બંનેના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.

આ પણ વાંચો : Tender Today : વલસાડ પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા પૂર સંરક્ષણ દિવાલ બનાવવા ટેન્ડર મગાવાયા, જાણો કોણ કેવી રીતે કરી ભરી શકશે ટેન્ડર

સુરતમાં એમ્બ્યુલન્સની અડફેટે એકનું મોત

તાજેતરમાં જ સુરતના સરથાણા વિસ્તારમાં પણ જીવ બચાવતી એમ્બ્યુલન્સની અડફેટે એકનું મોત નિપજ્યું હતું. BRTS રૂટમાં પુરપાટ ઝડપે આવતી એમ્બ્યુલન્સે રાહદારીને ટક્કર મારતા મોતને ભેટ્યો હતો. આમ જીવ બચાવતી એમ્બ્યુલન્સે ગંભીર અકસ્માત સર્જ્યા છે. જોકે આ બંને ઘટનામાં એમ્બ્યુલન્સ દર્દીને બચાવવા માટે પુરપાટ ઝડપે જતી હતી. પરંતુ એક જીંદગી બચાવવા જતા એમ્બ્યુલન્સે અન્ય એકની જીંદગીનો ભોગ લીધો હતો.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati