Tender Today : વલસાડ પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા પૂર સંરક્ષણ દિવાલ બનાવવા ટેન્ડર મગાવાયા, જાણો કોણ કેવી રીતે કરી ભરી શકશે ટેન્ડર
Valsad News : ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ, નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં માન્ય કક્ષામાં રજીસ્ટ્રેશન ધરાવતા ઇજારદારો પાસેથી ઓનલાઇન સિસ્ટમતી બી-1 ફોર્મમાં ટેન્ડર મગાવવામાં આવ્યા છે.
વલસાડના પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા પૂર સંરક્ષણ દિવાલ બનાવવાના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડરની અંદાજે કિંમત 46.07 લાખ રુપિયા છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ, નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં માન્ય કક્ષામાં રજીસ્ટ્રેશન ધરાવતા ઇજારદારો પાસેથી ઓનલાઇન સિસ્ટમતી બી-1 ફોર્મમાં ટેન્ડર મગાવવામાં આવ્યા છે. આ ટેન્ડર 21 ફેબ્રુઆરી 2023થી ઓનલાઇન જોઇ શકાશે.
ઓનલાઇન ટેન્ડર સ્વીકારવાની છેલ્લી તારીખ 7 માર્ચ 2023ના રોજ સાંજે 6 વાગ્યા સુધીની છે. તો ફિઝિકલ ડોક્યુમેન્ટ સ્વીકારવાની છેલ્લી તારીખ 8 માર્ચ 2023થી 7 દિવસ સુધીની છે. તો ટેન્ડર ખોલવાની તારીખ 16 માર્ચ 2023 છે. જે વડોદરા પંચાયતમાં આવેલી અધિક્ષક ઇજનેરની કચેરીમાં ખોલવામાં આવશે. આ કામોની વિગતવાર નોટિસ આ કચેરીના નોટિસ બોર્ડ પર લાગેલી છે. તથા www.nwr.nprocure.com તેમજ www.statetenders.gov.in પર પણ વધુ વિગતો મેળવી શકાશે.