વલસાડમાં યોજાયેલ લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી પર રૂપિયાનો થયો વરસાદ, જુઓ VIRAL VIDEO
વલસાડના એક ડાયરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો લોક ગાયક કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ કરતા જોવા મળે છે.
Valsad : વલસાડમાં આયોજિત એક ડાયરામાં લોકોએ ગુજરાતી લોક ગાયક કીર્તિદાન ગઢવી પર પૈસાનો વરસાદ કર્યો.આ વીડિયોમાં વલસાડમાં એક ડાયરામાં ગુજરાતી લોક ગાયક કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ થતો જોવા મળે છે. મહત્વનું છે કે વલસાડ ગૌ સેવા દળ દ્વારા લોક ડાયરાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ વીડિયો હાલ ઈન્યરનેટપર છવાયો છે. સમાચાર એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયોમાં લોક ગાયક કીર્તિદાન ગઢવીના ચાહકો તેમના પર 10, 20, 50 અને 100 રૂપિયાની નોટો વરસાવતા જોવા મળે છે.
જુઓ વીડિયો
#WATCH | People showered money on singer Kirtidan Gadhvi at an event organised in Valsad, Gujarat on 11th March pic.twitter.com/kH4G1KUcHo
— ANI (@ANI) March 12, 2023
સ્ટેજ પર રૂપિયાની ચાદર પથરાઈ !
ANI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, “લોકોએ 11 માર્ચે ગુજરાતના વલસાડમાં એક કાર્યક્રમમાં ગાયક કીર્તિદાન ગઢવી પર પૈસાનો વરસાદ કર્યો.” વીડિયોમાં લોક ગાયક પર ચાહકો નોટોનો વરસાદ કરતા જોવા મળી રહ્યા છે. એટલુ જ નહીં જાણે સમગ્ર સ્ટેજ પર રૂપિયાની ચાદર પથરાઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે.
આ લોકડાયરા અંગે કિર્તીદાન ગઢવીએ જણાવ્યું હતુ કે, ‘આ કાર્યક્રમ ગાયોની સેવા માટે ભંડોળ એકત્ર કરવા માટે યોજવામાં આવ્યો હતો. આવી ઘણી ગાયો છે, જે બીમાર છે અને ચાલી શકતી નથી. તેમની સેવા માટે આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આથી ડાયરામાં એકત્ર થયેલા રૂપિયા ગૌ માતાની સેવામાં વપરાશે.