Gujarati Video : રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડૉ.વલ્લભ કથીરિયાએ ગૌમૂત્ર પરના રિપોર્ટને ખોટો ગણાવ્યો
આ રિપોર્ટ પર પણ ડો કથીરીયાએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ગૌમૂત્રએ આયુર્વેદની દ્રષ્ટિએ શ્રેષ્ઠ જ રહ્યું છે. ગૌમૂત્રની અંદર નુકસાન કરતા બેક્ટેરિયા હોય એ વાત સદંતર ખોટી છે. મે પોતે IVRI બરેલીના ડાયરેક્ટર સાથે વાત કરી છે.તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે ખુલાસો પણ આપવાના છે.
ભારતીય પશુ ચિકિત્સા સંસ્થાના ગૌમૂત્ર અંગેના રિપોર્ટ અંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડૉ. વલ્લભ કથીરીયાનું રાજકોટથી નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે દેશમાં એવા વૈજ્ઞાનિકો ની એવી લોબી ચાલે છે જે ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધની વાતોનો ખોટો પ્રચાર પ્રસાર કરે છે. ગાયને ગૌમાતા તરીકે સ્વીકારવા તેઓ તૈયાર નથી. ગાય અને ભેંસની તુલના કદી થઈ જ ન શકે. ગાયના ગૌમૂત્રમાં રહેલા ગુણો વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલા છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની સંસ્થાઓએ પણ સ્વીકાર્યું છે કે ગાયના ગૌમૂત્ર,દૂધ અને ગોબરમાં જે ગુણો છે અતુલનીય છે. આ પ્રકારના રિપોર્ટ બનાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ થઈ રહ્યું છે.
IVRI બરેલીના ડાયરેક્ટર સાથે વાત કરી છે
આ રિપોર્ટ પર પણ ડો કથીરીયાએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ગૌમૂત્રએ આયુર્વેદની દ્રષ્ટિએ શ્રેષ્ઠ જ રહ્યું છે. ગૌમૂત્રની અંદર નુકસાન કરતા બેક્ટેરિયા હોય એ વાત સદંતર ખોટી છે. મે પોતે IVRI બરેલીના ડાયરેક્ટર સાથે વાત કરી છે.તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે ખુલાસો પણ આપવાના છે.
કચ્છના એકલધામ ના મહંત યોગી દેવનાથ બાપુએ પણ વિરોધ કર્યો
આ ઉપરાંત, ગૌમૂત્ર અંગેના આ રિપોર્ટ નો કચ્છના એકલધામ ના મહંત યોગી દેવનાથ બાપુએ પણ વિરોધ કર્યો અને tv 9 સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે ટેકનોલોજી કંઈ પણ કહે પણ સદીઓથી ગૌમાતા માં દેવનો વાસ હોય છે.હજારો વર્ષોથી હિન્દુ ધર્મમાં ગાયની પૂજા કરવામાં આવે છે. ગાય છે એ વિશ્વની માં છે.ગાયમાં જે તત્વો હોય છે એ બીજા પશુઓમાં નથી.એક માત્ર પશુને માં કહેવામાં આવે છે. ગૌ માટે એટલે કહીએ છીએ કે તેમાં હજારો ગુણો હોય છે.સનાતન ધર્મમાં ગાયથી વિશેષ કંઈ હોઈ ન શકે.
(With Input, Ronak Majithia, Rajkot)
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…