Gujarati Video : સુરતમાં રસ્તો બન્યાના કલાકોમાં જ પીગળ્યો ડામર, ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ, જુઓ Video

સુરતમાં (Surat) મહાનગરપાલિકાના નેતાઓ અને કોન્ટ્રાક્ટરોની મીલીભગતને વાંકે લોકોના પૈસા વ્યર્થ જતા હોવાનો ઘાટ જોવા મળી રહ્યો છે. અડાજણ વિસ્તારની અંદર ગઈકાલે જે રસ્તા બનાવવામાં આવ્યા હતો તે રસ્તા ઉપર પાથરેલું ડામર પીગળી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

Gujarati Video : સુરતમાં રસ્તો બન્યાના કલાકોમાં જ પીગળ્યો ડામર, ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ, જુઓ Video
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 11, 2023 | 7:34 PM

સુરતના અડાજણ વિસ્તારમાં આશ્ચર્યજનક દ્રશ્યો સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જે રોડ ખખડધજ થઈ ગયા હતા. ત્યાં રીપેરિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. જો કે રસ્તો રીપેરિંગ કરવાના કલાકો બાદ જ ફરીથી યથાવત સ્થિતિમાં જોવા મળ્યા છે, કલાકોમાં રસ્તા પરનો ડામર પીગળી ગયેલો જોવા મળ્યો. જેને લઇને મનપાની કામગીરી ઉપર પ્રશ્ન સર્જાઇ રહ્યા છે.

આ પણ વાંચો-Breaking News : ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, કતલખાનાઓ કાયદાઓ અને ખાદ્ય સુરક્ષા ધોરણનું પાલન કરે

રસ્તા પર ડામર પીગળી ગયો

સુરતમાં મહાનગરપાલિકાના નેતાઓ અને કોન્ટ્રાક્ટરોની મીલીભગતને વાંકે લોકોના પૈસા વ્યર્થ જતા હોવાનો ઘાટ જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના ટેન્ડર આપીને શહેરના રસ્તા બનાવવા અને રીપેરીંગ કરવાનું કામ કરાવવામાં આવતુ હોય છે. છતાં પણ ચોમાસા દરમિયાન આપણે જોતા હોઈએ છીએ કે પહેલા બીજા વરસાદમાં જ રસ્તાઓનું ધોવાણ થઈ જતુ હોય છે. હાલ અડાજણ વિસ્તારની અંદર ગઈકાલે જે રસ્તા બનાવવામાં આવ્યા હતો તે રસ્તા ઉપર પાથરેલું ડામર પીગળી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી શંકા વર્તાઈ રહી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

વાહન ચાલકોને હાલાકી

ચોમાસામાં પહેલા બીજા વરસાદમાં જ રસ્તા ઉપર ખાડા તો પડી જાય છે, પરંતુ હવે ઉનાળામાં પણ જાણે વાહન ચાલકોને મુશ્કેલી થશે. સુરત જિલ્લાના બ્રીજના નીચે 200 મીટર સુધીના રસ્તા માટે રીપેરિંગનું કામ કરવામાં આવ્યું હતું. જેના ઉપર ગઈકાલે જ ડામર પાથરવામાં આવ્યું હતું. એ ડામર આજે પીગળવાનું શરૂ થઈ ગયુ. ડામર રસ્તા ઉપર જાણે કાળુ પાણી નાખ્યું હોય તે રીતે ઓગળી ગયું હતું.

આ માત્ર ટેસ્ટિંગની કામગીરી છે-સ્ટેન્ડિંગ ચેરમેન

મીડિયામાં આ સમાચાર પ્રસારિત થતાની સાથે જ સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ પણ તાત્કાલિક અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને તપાસ માટેના આદેશો કર્યા હતા. સાથે જ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે, ચોમાસા પહેલા ટેસ્ટિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. રોડ ઉપર માત્ર ડામરની કારપેટ કરવામાં આવી રહ્યું છે, જે ગરમીના કારણે નથી. ફરીથી રાત્રિના સમયે રોડ ઉપર વધુ કાંકરી પાવડર નાખી અને બુલડોઝર ફેરવી, રોડને સારો કરવા માટેની કામગીરી કરવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">