Gujarati Video: સાસરીયાથી ત્રસ્ત થયેલા યુવકે આપઘાત પહેલા બનાવ્યો કરૂણ Video, વર્ણવી પોતાની આપવિતી

Mihir Soni

|

Updated on: Mar 31, 2023 | 11:53 PM

અક્ષયે વીડિયોમાં જણાવ્યું કે સાસરિયા તેમની પત્નીની ડિલિવરી બાદ બાળકનું મોઢું ન બતાવવાની ધમકી આપતા. તેમજ છેલ્લા સમયથી તેને ધાકધમકીઓ આપી ટોર્ચર કરતા હતા. એકનો એક પુત્ર ગુમાવનાર માતા-પિતા હવે ગર્ભવતી પુત્રવધુથી જન્મ લેનારા સંતાનને મેળવવા તેમજ મૃતક પુત્રને ન્યાય અપાવવાની ગુહાર લગાવી રહ્યા છે.

Follow us on

અમદાવાદના સરખેજમાં સાસરિયાના ત્રાસથી કંટાળીને એક યુવકે આપઘાત કર્યો હતો. વેજલપુરમાં રહેતા અને ટોરેન્ટ પાવરમાં નોકરી કરતા અક્ષય ચૌધરી નામના યુવકે લગ્નના 3 મહિનામાં જ સાસરિયા પક્ષના લોકોના અસહ્ય ત્રાસથી કંટાળીને મોતને વ્હાલું કર્યું હતું.

અક્ષયે આત્મહત્યા કરતા પહેલા વીડિયો બનાવ્યો અને તેમના સાસરિયા ઉપર અનેક ગંભીર આક્ષેપો કર્યાં હતા. અક્ષયના લગ્ન પ્રિયંકા નામની યુવતી સાથે થયા હતા, પરંતુ સાસરે આવ્યા બાદ પ્રિયંકાએ અક્ષયને ઘર જમાઈ બનાવવા માટે દબાણ શરૂ કર્યું. અક્ષય પત્નીને ખુશ રાખવા ઘર જમાઇની જેમ સાસરે પણ રહેવા જતો રહ્યો, પરંતુ પ્રિંયકા, તેમના માતા-પિતા અને અન્ય સ્વજનોએ અક્ષયને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. અક્ષયે વીડિયોમાં જણાવ્યું કે સાસરિયા તેમની પત્નીની ડિલિવરી બાદ બાળકનું મોઢું ન બતાવવાની ધમકી આપતા. તેમજ છેલ્લા સમયથી તેને ધાકધમકીઓ આપી ટોર્ચર કરતા હતા.

આ પણ વાંચો:    Rajkot: 45 વર્ષની ઉંમરે ગુનો કર્યો અને 66 વર્ષે પોલીસના હાથે ઝડપાયો, જાણો પોલીસે 20 વર્ષે કેવી રીતે ઝડપ્યો આરોપી

વીડિયોમાં આપવીતી વર્ણવી અક્ષયે ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું.  એકનો એક પુત્ર ગુમાવનાર માતા-પિતા હવે ગર્ભવતી પુત્રવધુથી જન્મ લેનારા સંતાનને મેળવવા તેમજ મૃતક પુત્રને ન્યાય અપાવવાની ગુહાર લગાવી રહ્યા છે. આ મામલે સરખેજ પોલીસે અક્ષયની પત્ની, સાસુ-સસરા સહિત કુલ 12 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati