Gujarat Video: ખેડૂતોના માથે ફરી ચિંતાના વાદળો, 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી
Weather Updates: રાજ્યના ખેડૂતોના માથે ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે. 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના ખેડૂતો માથે ફરી એકવાર વરસાદી સંકટની શક્યતા તોળાઈ રહી છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. 4 એપ્રિલે કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
5 એપ્રિલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ જોવા મળશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી વધશે. હજુ પણ 2થી4 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે.
છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. સતત કમોસમી વરસાદને પગલે હાલ ખેડૂતોની ચિંતા વધી છે. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગે પહેલાથી જ 29 માર્ચથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેની અસરને કારણે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Gujarati Video: ડીસામાં કમોસમી વરસાદના કહેરથી 400 હેક્ટરમાં વાવેલી સક્કરટેટીને નુકસાન
કેટલાક વિસ્તારમાં ઠંડર સ્ટ્રોમની શક્યતા છે. તો ઉતર ગુજરાત, કચ્છ, જામનગર અને મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…