Gujarati Video: આજથી એક્સપ્રેસ-વે પરની મુસાફરી પણ થઇ મોંઘી, લાઈટ કોમર્શિયલ વ્હીકલના ટોલમાં રૂ.10નો વધારો

Ahmedabad: આજથી અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે પર મુસાફરી કરવી મોંઘી થશે. અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વેના ટોલ ટેક્સમાં નવા દર લાગુ પડશે. કારચાલકોએ પહેલા 125 રૂપિયા ટોલ ટેક્સ આપવો પડતો હતો હવે 135 રૂપિયા આપવા પડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 1:03 PM

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મુસાફરી કરવી હવે મોંઘી સાબીત થશે. આજથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેના ટોલ ટેક્સમાં નવા દર લાગુ પડશે. કારચાલકોએ પહેલા 125 રૂપિયા ટોલ ટેક્સ આપવો પડતો હતો હવે 135 રૂપિયા આપવા પડશે એટલે કે, 10 રૂપિયાનો વધારો કર્યો છે. તો બીજી તરફ LCV વ્હીકલના ટોલમાં પણ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

LCV વ્હીકલના ટોલમાં 10 રૂપિયાનો વધારો

LCV વ્હીકલનો ચાર્જ પહેલા 205 રૂપિયા ચુકવવા પડતા હતા તે હવે 10 રૂપિયાના વધારા સાથે 215 રૂપિયા ચુકવવા પડશે. T/B વ્હીકલના દરમાં 20 રૂપિયાનો વધારો થયો છે. હવે 430ના બદલે 450 રૂપિયા ચુકવવા પડશે. તો બીજી તરફ અન્ય પ્રકારના વાહનોના ટોલ ટેક્સમાં વધારો થયો છે.

ટોલ ટેક્સમાં વધારો

આજથી એક્સપ્રેસ હાઈવે પર ટોલ ટેક્સના નવા ભાવ લાગું કરાયાં છે. અમદાવાદથી વડોદરા જતી મિની બસે રૂા.215 ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે બસ અને ટ્રકનો 450 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે. ભારે વાહનો માટે 495 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે.

ટોલટેક્સમાં વધારો કરાતા કોંગ્રેસે સરકાર પર કર્યા આકરા પ્રહાર

ટોલ ટેક્સમાં વધારો કરવાની જાહેરાત થતા જ કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ બાબતે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, એક તરફ બેફામ મોંઘવારી તેમજ બીજી તરફ આવકનાં ઘટતા જતા સ્ત્રોત અને આર્થિક સંકળામણમાં પારાવારા હાલાકી ભોગવી રહેલા દેશનાં નાગરિકોને અને ગુજરાતનાં નાગરિકોને કઈ રીતે પોતે પરિવહન કરી શકે તે પણ હવે મુશ્કેલ અને મોઘું થતું જશે.

આ પણ વાંચો: Breaking News : વડોદરામાં રામનવમીની યાત્રા પર થયેલ પથ્થરમારો અને ઘર્ષણ મામલે SITની રચના

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટોલ ટેક્સમાં 10થી 15 ટકાનો વધારો થવાનો છે. એટલે કે અમદાવાદથી વડોદરા જવાનાં પહેલા જે પૈસા ચૂકવવા પડતા હતા તેમાં વધારો થશે. આ ભાવ વધારાના કારણે સમગ્ર પરિવહન મોંઘું થશે અને આ મોંઘવારીનો માર અંતે તો સામાન્ય જનતા ઉપર જ આવવાનો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">