આજનું હવામાન : ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, અમદાવાદમાં રહેશે વરસાદી માહોલ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે. ગુજરાતમાં આજે અને 8 જુલાઈના રોજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે. ગુજરાતમાં આજે અને 8 જુલાઈના રોજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે.એક વરસાદી સિસ્ટમ ઉત્તરપ્રદેશથી ગુજરાત તરફ છે.તો એક સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં સક્રીય છે.જેને કારણે ભારે વરસાદની આગાહી હવામાન કરી રહ્યું છે.હવામાન વિભાગનું માનીએ તો આજે અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજકોટમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ ભાવનગરમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ અમદાવાદમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
Published on: Jul 07, 2024 11:48 AM
Latest Videos